રાજસ્થાનના રણની રેતીની ધૂળ કચ્છ સહિતના જિલ્લાઓમાં છવાઈ ગઈ છે. રાજસ્થાનની દિશામાંથી કચ્છમાં 20 કિલોમીટરની ગતિએ વાયરો ફૂંકાઈ રહ્યો છે. વહેલી સવારથી જ ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉઠી રહી છે. કચ્છમાં અબડાસાથી લઈ આડેસર સુધી આંધી જેવું વાતાવરણ છવાઇ ગયું છે. જોકે આ બદલાવથી 41 થી 42 ડીગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમીથી કચ્છીમાડુઓને રાહત મળી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો, ગરમીથી લોકોને રાહત - GujaratiNews
કચ્છ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે સમગ્ર કચ્છના તમામ વિસ્તારોમાં ધુળનું રજાવરણ છવાઈ ગયું છે. આજે સવારથી એકાએક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લો પ્રેશરના કારણે આ સ્થિતી સર્જાઇ હોવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો
ભુજની હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, આવતીકાલ સુધી ધૂળની ડમરીઓ યથાવત રહેશે.અલબત્ત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પડી શકે છે.