- આગામી 24 કલાક દરમિયાન ચક્રવાત બનશે તીવ્ર
- ગુજરાતના દરિયા કિનારા તરફ વધશે આગળ
- અરબ સાગરમાં આવશે ચક્રવાત "તૌકતે"
કચ્છઃ આગામી 15 મેના અરબ સાગરમાં 2021નું પહેલું ચક્રવતી વાવાઝોડુ "તૌકતે" આવવાની સંભાવના ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મેની સવારે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા વિસ્તારમાં ચક્રવાત ઊભો થવાની શક્યતા છે અને 16 મેની આજુબાજુ આ ચક્રવાત તીવ્ર બને એવી સંભાવના છે. જેમાં કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મેના પહોંચીને વધુ અસર કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
16 મેના રોજ બનશે વધુ તીવ્ર
હવામાન એજન્સીએ તાજેતરનાં અપડેટમાં વધુ માહિતી આપી હતી કે, કદાચ 14 મેની સવાર સુધીમાં અને 15 મેના નિમ્ન દબાણવાળા ક્ષેત્રમાં અસર વર્તાશે, જ્યારે 16 મેના ચક્રવાત નિમ્ન દબાણવાળા વિસ્તારમાં તીવ્ર બની શકે છે.
આ પણ વાંચોઃ કોરોના કાળ વચ્ચે પોરબંદરના દરિયાકિનારે ચક્રવાતની સંભાવના, તંત્ર એલર્ટ
ચક્રવાત ઝડપથી આગળ વધી રહ્યું છે
અરબી સમુદ્રના અસામાન્ય ઉષ્ણતાને લીધે આ દૃશ્ય ઝડપથી અને અનિશ્ચિત રીતે બદલાઇ રહ્યું છે. જે માનવ પ્રવૃત્તિઓમાંથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનના પરિણામે ગ્લોબલ વોર્મિંગનું પરિણામ હોઈ શકે છે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર ચક્રવાતની અસર