કચ્છની માનવજયોત અને શ્રીરામદેવ સેવાશ્રમ સંસ્થાએ 19 વર્ષ પહેલા ભુખ્યાઓને ભોજની સેવાનો સંકલ્પ આદર્યો હતો. જે આજે પણ ચાલી રહ્યો છે. ખાસ કરીને લગ્નો, ધાર્મિક કાર્યક્રમોમાં વધેલુ ભોજન આ સંસ્થા એકત્ર કરીને એવા લોકો સુધી પહોંચાડે છે જેમને દિવસમાં એક ટંકનું ખોરાક પણ મળતુ નથી. ગરીબોની થાળીમાં દાળ રોટલી પણ ખુબ મહેનતથી આવે છે ત્યારે આ સંસ્થા પ્રસંગોમાં વધતી મિઠાઈ ફરસાણ તેના સુધી લઈ જઈને તેમની ભુખ તો ભાંગે જ છે પણ સારા વ્યજંન જમાડીને તેમના ચહેરા પણ ખુશી પણ લાવી દે છે.
આજે વિશ્વ ખાધાન દિવસ...જુઓ કચ્છની બે સંસ્થાઓ કઈ રીતે આપે છે ભુખ્યાઓને ભોજન માનવજયોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર કહે છે કે, ગરીબોની જઠરાગ્નિ ઠરે એનાથી વધુ કોઈ સંતોષ નથી. સેવા કરવાનો 19 વર્ષ પહેલા આવેલો વિચાર વટવૃક્ષ બની ગયો છે અને આજે સેવાધારીઓના મદદથી વર્ષ અઢી લાખ લોકો સુધી ભોજન પહોંચે છે. ખાસ કરીને ગરીબ વિસ્તરાોમાં ભોજન પહોચતુ થતાં કેટાલક સામાજિક દુષણો પણ દુર થઈ શક્યા છે તેનો પણ સંતોષ છે. સંસ્થાની યુવાનોની ટીમ 365 દિવસ તૈયાર હોય છે. જયાં પણ ભોજન વધે તેઓ જાણ કરે તે સાથે ભોજન વાસણોમાં ભરીને લઈ આવીએ છીએ અને તરત પહોંચતું કરી દઈએ છીએ. બસ સેવા એનો સંતોષ માણીએ છીએ.
તો ભૂજમાં અદાણી સંચાલીત્ત જી.કે.જનરલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 350 દર્દીઓને બે ટાઈમ પોષણક્ષમ આહાર અને એક ટાઈમ સવારે ગરમ નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવે છે. જી.કે.જનરલ હોસ્પિટલમાં દર્દીનો ખોરાક સુનિશ્ચિત પ્રવાહમાં અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. રસોઈની સામગ્રી હોસ્પિટલમાં આવે ત્યાંથી લઈને દર્દી સુધી ખોરાક પહોંચે ત્યાં સુધી ચોક્સાઈ અને સ્વચ્છતાની સાથે ગુણવત્તા જાળવવા માટે ખુદ આહારશાસ્ત્રીની નજર તળે ખોરાક તૈયાર કરવામાં આવે છે.
દર્દીને રોજરોજ સમયસર નિયમિત ગરમ ખોરાક મળે એ માટે આધુનિક ટ્રોલી ખરીદવામાં આવી છે. જેના મારફતે દર્દી સુધી ખોરાક લઇ જવામાં આવે છે. ગરમ ટ્રોલી સાથે વ્યક્તિગત રીતે દર્દીનું નામ વાંચી તેમની જરૂરિયાત મુજબ આહાર પીરસવામાં આવે છે. સ્વાદની સાથે આહારમાં પોષકતત્વો જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
જી.કે.નાં આહારશાસ્ત્રી હિરવા ભોજાણીએ જણાવ્યું હતુ કે, આ ઉપરાંત દર્દને અનુરૂપ દર્દીને ખોરાક આપવા ખાસ ચોક્કસાઈ રખાય છે. ડાયાબીટીસનાં દર્દી માટે એન્ટી ડાયાબેટીક ખોરાક, બ્લડપ્રેશરના દર્દી માટે અલ્પ મીઠાવાળો ખોરાક, પાંડુરોગી માટે ગોળ, પ્રોટીન, કઠોળ, તથા ઈંડા તેમજ પ્રસુતા માતા માટે શીરો, સુખડી તથા શસ્ત્રક્રિયા થઇ હોય તેવા દર્દીને પ્રવાહી ખોરાક અને બાર વર્ષ સુધીના બાળકને દૂધ આપવામાં આવે છે. જે દર્દી મોઢા વાટે ખોરાક લઇ શકે તેમ ન હોય તો આર.ટી. ફીડ એટલે કે નળી વાટે ખોરાક અપાય છે.