ગુજરાત

gujarat

ETV Bharat / state

"રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM Rupani ) સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે ગુરૂવારે રાજ્યભરમાં કિસાન સન્માન દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભુજમાં કિસાન સન્માન દિવસ( Kisan Sanman Divas )નો રાજ્યકક્ષાનો સન્માનરૂપે કૃષિલક્ષી યોજનાઓની સહાય અને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી

By

Published : Aug 5, 2021, 5:03 PM IST

Updated : Aug 5, 2021, 6:04 PM IST

  • સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે 5 ઓગસ્ટે કિસાન સન્માન દિનની ઉજવણી
  • કચ્છની સૂકી ધરતીમાંથી કચ્છને પાણીદાર બનાવ્યું: મુખ્યપ્રધાન
  • સૌની યોજનાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સોનાનો સુરજ ઉગશે

કચ્છ :રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani ) તેમજ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ 5મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ ( Kisan Sanman Divas ) નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના ( Kisan Suryoday Yojana ) અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના ( Saat Pagla Khedut Kalyan Yojana ) અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી

કચ્છ જિલ્લામાં કૃષિ વેટનરી કોલેજ બનાવાશે

ભુજની આર. ડી. વરસાણી હાઇસ્કુલમાં કિસાન સન્માન અને કિસાનોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા વન્ય જીવજંતુઓના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. સૂર્ય ઊર્જા થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે વપરાશ ખેડૂતો કરી શકશે. મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે 5.30 લાખ કૃષિ વીજ કનેક્શન આપ્યા છે. આજે અમે કિસાન સૂર્યોદય યોજના લાવ્યા છીએ, જેમાં દિવસની વીજળીનો દિવસે જ ઉપયોગ થશે. છેલ્લાં 5 વર્ષમાં નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કર્યું છે અને કચ્છમાં પાણી પહોંચતું કર્યું છે. કચ્છને વધારાના 1 મિલિયન એકરદીઠ પાણી આપવાની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. પાણી વગરનું કચ્છ નહીં, પરંતુ હવે પાણીદાર કચ્છ બનાવશું. ખેડૂત આધુનિક ખેતી કરે તે માટે આવનારા સમયમાં નવા 100 FPO નું નિર્માણ કરવામાં આવશે. કચ્છમાં પણ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

125 જેટલા વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરાયો

કચ્છથી કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત ક્લ્યાણના યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કચ્છમાં બરાયાના 11 કે.વી.ના 4 ફીડરોમાં દિવસે વિજળી આપવામાં આવશે, જેથી 10 ગામોના 449 ખેડૂતોને દિવસે વિજળીનો લાભ મળશે. આ ઉપરાંત, વિથોણના 11 કે.વી.ના 9 ફીડર થકી 15 ગામોના 1397 ખેડૂતો, અંજારમાં 11 કે.વી.ના 7 ફીડર થકી 8 ગામોના 197 તથા ખાવડાના 11 કે.વી.ના 1 ફીડર થકી 10 ગામના 120 લાભાર્થી ખેડૂતોને દિવસે વિજળીનો લાભ આપવામાં આવશે.

મુખ્યપ્રધાનમુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી ના

સદરહુ યોજનાનો લાભ 43 ગામોને મળશે

સદરહુ યોજનાના હાલના તબક્કામાં 66 કે.વી.ના 4 સબસ્ટેશન માંથી નીકળતાં 21 ખેતીવાડી ફીડર સાથે જોડાયેલા 106 ગામોને દિવસે વીજ પુરવઠો આપવામાં આવેલો છે. કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના 10, મુન્દ્રા તાલુકાના 10, નખત્રાણા તાલુકાના 15, અંજાર તાલુકાના 8 એમ કુલ 43 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કચ્છના ખેડૂતોને લાભ અપાયો

સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગતની કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક યોજના અંતર્ગત વર્ષ 2021-22માં કચ્છ જિલ્લામાં આવેલી તમામ 270 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સહાયીત દરે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં 23 ખેડૂતોને 1.52 લાખની સહાય ચુકવવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી

જુદી જુદી યોજના અંતર્ગત કચ્છના ખેડૂતોને મળી સહાય

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 7300 ખેડૂતોને 392 લાખની સહાય ચુકવવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવવા કીટ ખરીદી સહાયની યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 776 ખેડૂતોને 10 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, વન્ય પ્રાણીઓ દ્વારા પાકને થતી નુકસાની અટકાવવા માટે કાંટાળી તારની વાડ બનાવવાની યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 748 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.

નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી અપાઈ

મુખ્યપ્રધાન પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ગોડાઉન માટે કચ્છ જિલ્લામાં 725 ખેડૂતોને 155.25 લાખની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, ફડ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 1053 નાના વેચાણકારોને 14 લાખની સહાય ચુકવવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી

નર્મદા કેનાલના કામો, સ્મૃતિવન પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરાશે

કચ્છમાં ખેડૂતોની જમીનમાંથી વિજ વાયર પસાર કરવા સહિતના મુદ્દે વળતર ચૂકવવામાં ધરતીપુત્રોને અન્યાય થઈ રહ્યો છે, જે મુદ્દે મુખ્યપ્રધાને કિસાનોને હૈયાધારણા આપતા કહ્યું કે, જમીન સંપાદન સહિતના મુદાઓ પર અન્યાય ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ માટે તંત્રને સૂચના આપી દેવાઈ છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, નર્મદા કેનાલના કામો, સ્મૃતિવન પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા

કિસાન સન્માન દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કૃષિ તથા ગામ વિકાસ પ્રધાન આર.સી.ફળદુ, કચ્છ કલેક્ટર પ્રવિણા ડી કે, સાંસદસભ્ય વિનોદ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારા, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર તથા ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જાણો શું કહ્યું મુખ્યપ્રધાને ?

2022ના અંત સુધીમાં લગભગ ગુજરાતના તમામ ગામોમાં એગ્રિકલચર કનેક્શનો આપવાથી દિવસે વીજળી મળશે અને તેમને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. આ ઉપરાંત, ખેડૂતોના કલ્યાણ માટે જે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે, તેનાથી ખેડૂતની આવક બમણી થશે. કચ્છમાં નર્મદાના પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, પરંતુ હવે વહીવટી મંજૂરી માટે પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત ખેડૂતોને જમીન સંપાદનમાં યોગ્ય વળતર મળે અને તેના સાથે અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર સજાક છે.

આ પણ વાંચો:

Last Updated : Aug 5, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details