- કચ્છમાં પોસ્ટ ઓફિસમાં થયું કરોડોનું કૌભાંડ
- પોસ્ટ ઓફિસના એજન્ટ અને પોસ્ટ કર્મચારીઓની મિલીભગતનું કૌભાંડ
- સીબીઆઈ તપાસની પણ મદદ લેવામાં આવશે
ભૂજઃ જેની લાંબા સમયથી ચર્ચા થાય છે તેવા ભુજ રાવલવાડી સ્થિત મહિલા પોસ્ટ ઓફિસના કથિત કૌભાંડ મામલે આજે કચ્છ આવેલા સૌરાષ્ટ્ર કચ્છ રીઝનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમારે સત્તાવાર ખુલાસો કર્યો છે. પોસ્ટ વિભાગે કરેલી પ્રાથમિક તપાસ પછી કથિત કૌભાંડ 8 કરોડ રૂપીયાથી વધુનુ છે અને પુરાવા એકત્ર કર્યા બાદ એજન્ટ અને પોસ્ટ ઓફીસમાં સંડોવાયેલા કર્મચારી સામે પોલીસ ફરીયાદ નોંધાવાશે તેવું કચ્છ આવેલા રાકેશકુમારે જણાવ્યું હતું.
જોકે, રાકેશકુમારે આ અંગે CBI તપાસ માટે ભલામણ કરાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કૌભાંડનો આંક વધવાની શક્યતા પણ છે. કચ્છમાં 4 પોસ્ટલ કવરના લોન્ચીંગ માટે પધારેલા રાકેશકુમારે આ મામલાને ખુબ ગંભીર ગણાવ્યો હતો અને પ્રાથમિક તપાસ પછી જેની સામે આક્ષેપ છે તેવા મહિલા એજન્ટ તથા તેમની સંડોવાયેલા અન્ય કર્મચારીની સંડોવણી બહાર આવે તેવી શક્યતાો વ્યક્ત કરી હતી.
કચ્છમાં રાવલવાડી પોસ્ટ ઓફીસના કથિત કૌભાડમાં CBI તપાસ કરશે પોસ્ટ ઓફિસના એજન્ટ અને પોસ્ટ કર્મચારીઓની મિલીભગતનું કૌભાંડ
કચ્છની પોસ્ટ ઓફિસમાં અત્યાર સુધીની સૌથી મોટા નાણાકીય કથિત કૌભાંડમાં પ્રાથમિક તપાસ પછી 8 કરોડની રકમનો આંક સામે આવ્યો છે. પરંતુ કદાચ તેનાથી વધુના કૌભાંડની શક્યતા નકારી ન શકાય. જોકે, છેલ્લા દિવસોમા ચર્ચા પછી પોસ્ટ વિભાગના અધિકારીએ CBI તપાસ માટે કરેલી ભલામણ ઘણુ બધુ કહી જાય છે. મહિલા એજન્ટ, કર્મચારી સાથે પડદા પાછળના અન્ય ભેજાબાજની સંડોવણી પણ નક્કારી ન શકાય તેવામાં પોસ્ટ માસ્ટર જનરલના નિવેદન પછી હવે ટુંક સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.
સીબીઆઈ તપાસની પણ મદદ લેવામાં આવશે
રાકેશકુમારે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, એકલા એજન્ટના હાથે આ થાય તે શક્ય નથી તેથી અંદરના કોઇ કર્મચારીની સંડોવણી સંભવ છે. પરંતુ તપાસની હિતમાં કઇ રીતે કૌભાંડ આચરાયુ તે કહેવું હિતાવહ નથી. પોલીસ ફરીયાદ એક સપ્તાહની અંદર થાય તેવા પ્રયાસો છે અને જે માટે પુરતા પુરાવા એકત્ર થઇ રહ્યા છે.
પોસ્ટ વિભાગ ઇચ્છે છે કે જે રીતે સિસ્ટમનો દુરઉપયોગ થયો છે તે ગંભીર બાબત છે અને તેથી CBI તપાસ થાય તે માટે તેઓએ ભલામણ કરી છે. પ્રથમ પ્રયાસ પોસ્ટ વિભાગનો નાણા પરત મેળવવાનો છે જે માટે કાર્યવાહી ચાલુ છે.