ગુજરાત અંગદાનના દિવસે ઇતિહાસ રચી શકે છે, જાણો આ અનોખા કેમ્પ વિશે - ગાંધીધામ ન્યુઝ
ગાંધીધામ: આગામી ૨૭ નવેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવશે, જેની આગોતરી ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહી છે. જેને લઇને અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સહિતના દાન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ વધે તે માટે સંકલ્પ કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીધામ ખાતે આયોજિત એક રામકથામાં મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા હતાં,
ગાંધીધામ મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સહિતના દાન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પને લઇને પ્રમુખ જીતેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય મારવાડી મંચની દેશભરમાં આવેલી ૭૦૦થી વધુ શાખાઓ સાથે મળીને આગામી 27મી નવેમ્બરના અંગદાન દિવસની ઉજવણી કરશે. દેશભરમાં મરને કે બાદ બીજી વન થીમ પર અમારી શાખા લોકો સમક્ષ જઇને આ જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે. મારવાડી યુવા મંચની તમામ શાખા આગામી ૨૭ નવેમ્બર પહેલા લોકો પોતાની રીતે જ જાગૃત બનીને નેત્રદાન અંગદાન માટે સંકલ્પ રજૂ કરે તેની કામગીરી કરી રહ્યા છે.