ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી - india pakistan border

આજે 14મી ઓગસ્ટ 2021ના ​​રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના પ્રસંગે BSF અને પાકિસ્તાન રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આઝાદીના 75 વર્ષ થયા છે જેની ઉજવણી દર સાલની જેમ આ વખતે પણ બન્ને પડોશી દેશો ઉજવી રહ્યા છે.

કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી
કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી

By

Published : Aug 14, 2021, 9:37 PM IST

  • ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ મીઠાઈ વહેંચી શુભેચ્છા પાઠવી
  • ભારતના પિલર નંબર 1079/M પાસે શુભેચ્છાની આપ-લે કરવામાં આવી
  • મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે અપાઈ શુભેચ્છા

કચ્છ: સરહદ પર આવેલા પિલર નંબર 1079/M પર આજે 14 ઓગસ્ટના રોજ BSF અને પાકિસ્તાનના રેન્જર્સે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી તથા મીઠાઈઓની આપ-લે કરી હતી. આવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એકબીજાને મીઠાઈ આપવી અને તેમની શુભેચ્છાઓ મોકલવાથી બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ભાઈચારો વધે છે.

કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી

આ પણ વાંચો- 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારત-પાકિસ્તાનના સંબંધો માટે સકારાત્ક પ્રસંગ

આવા પ્રસંગો BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ABOUT THE AUTHOR

...view details