કચ્છ:વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા બીએસએફે એક પાકિસ્તાનની બોટ ઝડપી પાડી છે. જેમાંથી ત્રણ માછીમારો પકડાયા હતા. જ્યારે બીએસએફ કચ્છની ટીમ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે સરક્રિકના પૂર્વ કિનારે કેટલીક હિલચાલ જોવા મળી હતી. જેને ધ્યાને લીઈને યુદ્ધના ધોરણે ત્યાં તપાસ કરતા પાકિસ્તાનની બોટ મળી આવી હતી. ટીમે પાકિસ્તાનની બોટ સાથે ત્રણ ખલાસીને પકડી પાડ્યા હતા.
Kutchh News: બીએસએફે સિરક્રીકમાંથી 3 પાક. માછીમારો સાથે એક બોટ પકડી પાડી - boat from Sircreek
કચ્છમાં બીએસએફે સિરક્રીકમાંથી 03 પાક માછીમારો અને 01 પાક બોટ ઝડપી કબ્જે કર્યું છે. કરાયેલી બોટની બેસી દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું.
જળસીમામાં પ્રવેશી:જ્યારે ટીમે એની બોટમાં તપાસ કરી ત્યારે બોટનું એન્જિન તૂટી ગયું હતું. દરિયાઈ વિસ્તારમાં ભારે ભરતીને કારણે બોટ પૂર્વ કિનારે સરક્રિક બાજુ આગળ વધી રહી હતી. ભારતીય જળસીમામાં પ્રવેશવા પાછળનું કારણ માછીમારી હતી. આ ત્રણેય ખલાસીઓ માછીમારી કરીને પોતાનું જીવન પસાર કરે છે. માછીમારી એમની આવકનો એકમાત્ર સોર્સ છે. આ માછીમારોના નામ 1.સૈયદ ગુલામ મુર્તઝા, 2.બશીર 3.અલી અકબર અબ્દુલ ગની છે. આ પહેલા પણ કચ્છના સીમાડા વિસ્તારમાંથી પાકિસ્તાનની બોટ પકડાઈ ચૂકી છે. જેને લઈને અનેક વખત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યા છે. ખાસ કરીને પેટ્રોલિંગ દરમિયાન સીમાડાના
શંકાસ્પદ નથી મળી આવ્યું:પાક માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની બોટનું એન્જીન તૂટી ગયું હતું. ભારે ભરતી અને ભારે પવનને કારણે બોટ સરક્રીક તરફ વહી ગઈ હતી. તેઓ અજાણતા સરક્રીકની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા.જપ્ત કરાયેલી બોટની બેસી દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું.માછીમારોની પ્રાથમિક તપાસ દરમિયાન તેઓએ જણાવ્યું કે તેઓ માછલીઓની લાલચમાં માછલીઓ પકડવા ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા અને માછીમારી કરવી એ તેમની આજીવિકા છે અને આવકનો મુખ્ય સ્ત્રોત છે.