કચ્છ :ગુજરાતના દરિયા કિનારેથી પાકિસ્તાની માછીમારોની અવરજવર વધી (Kutch Pakistani fishermen caught) રહી છે. ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં છે. તે ઉપરાંત આ વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા બે મહિનામાં બીજો બનાવ છે. જેમાં પાકિસ્તાનથી આવેલા માછીમારો કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ઝડપાયા હોય. (BSF search operation in Kutch)
BSFએ પીછો કરીને પકડ્યા મળતી માહિતી મુજબ 11 ડિસેમ્બરના રોજ, BSFના પેટ્રોલિંગે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોઈ હતી. જેને લઈને એલર્ટ BSFની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. BSFને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા, પરંતુ જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી. મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં, BSFએ તેમનો પીછો કર્યો અને 03 પાક માછીમારોને પકડી લીધા. (Pakistani fishermen caught from Kutch)
ઇન્સ્પેક્ટર જનરલનું માર્ગદર્શનBSFના ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ રવિ ગાંધીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ રાત સુધી ચાલેલી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાત ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રવિ ગાંધી ભુજ સેક્ટરની તેમની પ્રથમ મુલાકાતે છે.