કચ્છ: કચ્છની દરિયાઇ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે તો સાથે જ પાકિસ્તાની ઘૂસણખોર અને પાકિસ્તાની માછીમાર પણ અવારનાવાર ઝડપાતા હોય છે ત્યારે BSFની પેટ્રોલિંગ ટીમએ ભારતીય જળ સીમામાં કચ્છ-પાકિસ્તાન બોર્ડર પાસેના સર ક્રીક વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા BSFના જવાનોએ તરત જ સ્થળ પર પહોંચીને સરક્રીક નજીકથી એન્જિન ફીટ કરેલી લાકડાની બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને પકડી લીધો હતો.
Pakistani Fishermen: BSFએ ક્રીક નજીક એક પાકિસ્તાની માછીમારને બોટ સહિત ઝડપી પાડ્યો - BSFએ ક્રીક નજીકથી એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો
BSFએ ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારને પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડયો છે. માછીમારની ઓળખ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published : Oct 5, 2023, 6:46 AM IST
|Updated : Oct 5, 2023, 6:57 AM IST
પાકિસ્તાની માછીમારની વધુ તપાસ: પકડાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ મોહમદ ખમેસા તરીકે થઈ છે. જેની ઉંમર 50 વર્ષની છે. જે પાકિસ્તાનના સિંધના સુજાવલ જિલ્લાના વિલ શાહબંદરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની માછીમારની વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ બની છે ઘટના: ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ પણ બીએસએફના જવાનોએ 30 વર્ષીય પાકિસ્તાની નાગરિકને એક પક્ષી સાથે ભારતીય જળ સીમામાંથી ઝડપી પાડયો હતો. જે પક્ષી અને કરચલા પકડવાની લાલચમાં કચ્છની દરિયાઇ સીમામાં ઘૂસી આવ્યો હતો. પાકિસ્તાની માછીમારો ભારત-પાકિસ્તાન બોર્ડર પર માછલીઓનું પ્રમાણ વધારે હોય માછલીઓ પકડવાની લાલચમાં પણ ભારતીય સીમામાં પ્રવેશ કરી લેતા હોય છે.