કચ્છના મતદારો ભાજપ સાથે અડીખમ, 344 બેઠકો પર ભાજપની જીત, કોંગ્રેસના ફાળે માત્ર 94 બેઠક - Local body election result
જે રીતે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાઓમાં જીત થઈ હતી. તે જોતાં રાજકીય નિષ્ણાતોએ સ્પષ્ટ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની અન્ય પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને મંગળવારે પરિણામો આવતા ચિત્ર સ્પષ્ટ થયું હતું. અબડાસા -લખપતની તાલુકા પંચાયતોની ચૂંટણીને બાદ કરતાં તમામ સીટો પર ભાજપે સત્તા જાળવી રાખી છે અને ગયા વર્ષ કરતાં ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. કચ્છમાં મતદારો ભાજપ સાથે અડીખમ રહ્યા છે.
કચ્છ: જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 32 જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવ્યો છે. પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, મુન્દ્રા નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા, માંડવી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો. 10 તાલુકા પંચાયતમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કચ્છ જિલ્લાના મતદારોએ ભાજપ સાથે અડીખમ રહીને ફરીથી કચ્છને ભાજપનો ગઢ બનાવ્યો હતો.
કચ્છમાં મંગળવારે જાહેર થયેલા પરિણામો
કચ્છની 5 નગરપાલિકાની કુલ 196 બેઠકમાંથી ભાજપનો 168 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને માટે 28 બેઠકો જ મળી હતી.
નગરપાલિકા
ભાજપને મળેલ બેઠકો
કોંગ્રેસને મળેલ બેઠકો
કુલ બેઠકો
વિજેતા પક્ષ
ભુજ
36
8
44
ભાજપ
માંડવી
31
5
36
ભાજપ
ગાંધીધામ
47
5
52
ભાજપ
મુન્દ્રા
19
9
28
ભાજપ
અંજાર
35
1
36
ભાજપ
કચ્છની 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકમાંથી ભાજપનો 144 બેઠક પર, કોંગ્રેસનો 58 બેઠક પર,આપનો 1 બેઠક પર અને અન્યનો 1 બેઠક પર વિજય થયો હતો. (ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને 1 બેઠક મળી તેમજ માંડવી તાલુકા પંચાયતમાં અન્યને 1 બેઠક મળી છે.)