અબડાસા: કચ્છની અબડાસા બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણી વચ્ચે મુખ્ય જંગ જોવા મળશે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી પછીના 8 વર્ષમાં આ ચોથી ચૂંટણી યોજાશે. જેમાં 2012ની વિધાનસભા ચૂંટણી. 2014ની લોકસભા ચૂંટણી, 2017ની વિધાનસભા ચૂંટણી અને હવે 2020માં પેટા ચૂંટણી યોજાશે.
કચ્છ: અબડાસાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર નક્કી - BJP
ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ નંબરની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે સત્તાવાર રીતે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હવે ખરાખરીનો ચૂંટણી જંગ જામશે. બન્ને પક્ષોના ઉમેદવારો પ્રજાના વિવિધ મુદ્દે લોકોને મળ્યા હતા અને પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ કોંગ્રેસ
હવે બન્ને મુખ્ય પક્ષના ઉમદેવાર નક્કી થઈ જતાં ચૂંટણી જંગ જામશે અને મતદારોનો મિજાજ શું છે, તે મત ગણતરીના દિવસે સ્પષ્ટ થઈ જશે. જોકે બન્ને ઉમેદવારોએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.