- કોરોના સંકટ વચ્ચે 19 બિનવારસી લાસોનું અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું
- જરૂરિયાતમંદ 80 હજાર લોકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું
- શ્રમજીવી પરિવારોના બાળકોને 30 દિવસ સુધી હળદરવાળું દૂધ પીવડાવવામાં આવ્યું
કચ્છ:જિલ્લામાં ભુજની માનવજ્યોત સંસ્થા આમ તો ઘણા વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરતી આવી છે, પરંતુ કોરોનાકાળના એક વર્ષના સમયગાળા દરમિયાન માનવજ્યોત સંસ્થા દ્વારા નોંધનીય સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.
35,000 લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો
કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભુજની જનરલ હોસ્પિટલ પાસે લોકોને અનેક ઔષધિઓથી ભરપુર ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભુજના જુદા-જુદા વિસ્તારોમાં 35 હજાર લોકોને કોરોનાની મહામારી સંકટથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:વડોદરાના રીક્ષાચાલકે બીજાને મદદરૂપ થવા ફ્રી ઓટો રિક્ષા એમ્બ્યુલન્સની શરૂઆત કરી
2 લાખ લોકોને અત્યાર સુધીમાં ભોજન પહોંચાડવામાં આવ્યું
જનતા કરફ્યૂના દિવસે જરૂરિયાતમંદ 300 લોકોને બપોરનું ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી અને આજ દિન સુધી આ પ્રવૃત્તિ ચાલુ છે અને અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકો અને તેમના ઝૂંપડા અને ભુંગાઓ સુધી જઈને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
1840 લોકોને ટિફિન પહોંચાડવામાં આવ્યું
લોકડાઉનમાં દર્દીઓની સારવાર અર્થે ભુજ પહોંચેલા દર્દીઓના સગા-વ્હાલાઓને જુદી-જુદી હોસ્પિટલોમાં બે ટાઈમ ટિફિન દ્વારા 1840 દર્દીઓને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું તથા લોકડાઉનની પરિસ્થિતિમાં 70ની વય વટાવી ચુકેલા એકલા અટૂલા 100 વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું.
40,000થી વધુ લોકોને માસ્ક વિતરણ
માનવજ્યોતની સિટી એમ્બ્યુલન્સ સેવા અનેક લોકોને ઉપયોગી નીવડી હતી. દર્દીઓને ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે પહોંચાડવામાં સંસ્થાની એમ્બ્યુલન્સ મદદરૂપ બની હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં 40 હજારથી વધુ માસ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા.