- ભુજ નગરપાલિકાએ અત્યાર સુધીની ઐતિહાસિક વેરા વસુલાત કરી
- વ્યવસાય વેરો, દુકાન ભાડું અને પ્રોપર્ટી ટેક્સ મળીને કુલ 13.56 કરોડ રૂપિયા વસુલ્યા
- શહેરનો વિકાસ કરવો હોય તો લોકોએ વેરા ભરી સહકાર આપવો પડશે: પાલિકા પ્રમુખ
- પાલિકાની આવક વધારવા કાર્યો હાથે ધરાયા
- વ્યવસાય વેરો, પ્રોપર્ટી ટેક્સ અને દુકાન ભાડું વસુલાયો
ભુજઃ ભુજ નગરપાલિકાએ વેરા વસુલાતથી મેળવેલી રકમની જાહેરાત કરી છે. નગરપાલિકાના જણાવ્યાનુસાર, પ્રોપટી ટેક્ષની વસુલાત 11,52,34,708 રૂપિયા, વ્યવસાય વેરો 1,59,41,678 રૂપિયા અને દુકાન ભાડા પેટે 44,37,817 રૂપિયાની આવક મળી કુલ 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીની તમામ બોડી કરતા વધુ આવક છે. જોકે, જે રીતે પાલિકા પર દેણું છે. તે આંકડા પર નજર કરતા વસુલાતનો આંકડો ખૂબ ઓછો છે, પરંતુ અત્યાર સુધી વેરા વસુલાતમાં આટલા આંકડા સુધી કોઈ પહોંચ્યું ન હોવાનો પાલિકાએ દાવો કર્યો છે.
આ પણ વાંચોઃડાંગ જિલ્લા પંચાયતનુ વર્ષ 2021-22નું કુલ 368 કરોડનું બજેટ કરાયું મંજૂર
નિયમિત રીતે બધા વેરા ભરી વિકાસમાં સહભાગી થાય તેવી અપીલ કરાઈ
ભુજ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના તાજેતરમાં ચૂંટણી બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ પદે પખવાડિયા પૂર્વે ઘનશ્યામ ઠક્કરે ચાર્જ સંભાળ્યો હતોય તેમણે આવતા જ વેરા વસુલાતની કમાન સંભાળી છે. અત્યાર સુધી 13 કરોડ રૂપિયા જેટલો વેરો પણ નગરપાલિકાએ વસુલ્યો છે.