કચ્છ- ધરતીકંપ બાદ તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માએ અંગત રસ લઈને શહેરને બગીચારૂપી નજરાણું હિલ ગાર્ડન ભુજ (Bhuj Hill Garden)શહેરની જનતાને આપ્યું હતું. તે હાલમાં છેલ્લાં થોડાંક વર્ષોથી વેરાન બની ગયું છે. જેને ફરીથી જીવંત બનાવવા માટે સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો (New Attractions in Bhuj Hill Garden ) ઉમેરી ફરીથી જનતા માટે ટુંક જ સમયમાં ખુલ્લું (Bhuj Hill Garden Renovation )મૂકવામાં આવશે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ (CM Modi Hill Garden Project)વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની છાપ બાળકોના માનસપટ પરથી દૂર કરવા માટે હિલ ગાર્ડનનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. જેમાં 22 એકરમાં વિસ્તરેલા હિલ ગાર્ડનમાં અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યાં હતાં. જેમાં અનેક રાઇડ, ગેમ ઝોન, માછલી ઘર, કેક્ટસ ગાર્ડન, બ્લુ વ્હેલનું સ્કેલેટન, ટોય ટ્રેન વગેરે જેવા આકર્ષણો હતાં જેથી બહોળી સંખ્યામાં લોકો ગાર્ડનની મુલાકાતે આવતાં હતાં.
નવી રાઇડ અને ગેમિંગ ઝોન બનાવવામાં આવશે- છેલ્લા બે વર્ષથી કોરોના દરમિયાન જાળવણીના અભાવે હિલ ગાર્ડન (Bhuj Hill Garden)વેરાન બની ગયો હતો. તેને સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો (New Attractions in Bhuj Hill Garden ) ઉમેરી ફરીથી જનતા માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે. ઘણા વર્ષથી ગાર્ડન અંદર નવા ફુલઝાડના રોપા લગાડવામાં નતા આવ્યા. તો ઘણી જગ્યાએ બાવળ ઉગી નીકળ્યાં હતાં. હાલ હિલ ગાર્ડનમાં સફાઈનું કામ ચાલુ છે, તો જૂની રાઇડ પણ ચાલુ થાય અને વધુ નવી દસ રાઈડ લગાવાનું આયોજન (Bhuj Hill Garden Renovation )પણ કરવામાં આવ્યું છે તેવું રોટરી ચેરીટેબલ સોસાયટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું.
ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે કામગીરી - હિલ ગાર્ડનના રીનોવેશનની (Bhuj Hill Garden Renovation )કામગીરી આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. બગીચામાં સૌપ્રથમ હરિયાળી ઊભી કરવા માટે મીઠા પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હિલ ગાર્ડનમાં (Bhuj Hill Garden)50 ટકા જેટલી લાઈટ બંધ થઈ ગઈ છે અને અનેક વીજ પોલમાં કાટ લાગવાથી સડી ગયા છે, કેબલ બળી ગયેલા હોવાથી લાઈટની વ્યવસ્થા પણ ગાર્ડનમાં પુરતી નથી. ગાર્ડનમાં દાતાઓ દ્વારા બે ફુવારા નખાવી આપવામાં આવ્યા છે, જે બંનેમાં મોટર બળી ગઈ છે જેને ફરીથી શરૂ કરવામાં આવશે.
હિલ ગાર્ડન એક સમયે કચ્છનું પ્રખ્યાત અને મુલાકાતીઓ માટેનું મનપસંદ ગાર્ડન હતું - હિલ ગાર્ડન (Bhuj Hill Garden)એક સમયે કચ્છનું પ્રખ્યાત અને મુલાકાતીઓ માટેનું મનપસંદ ગાર્ડન હતું. ગાર્ડનમાં ઘણી બધી કેન્ટીન ચાલુ હતી પરંતુ સહેલાણીઓ ખુબજ ઓછા આવતા હોવાથી હાલે એક જ કેન્ટીન ચાલુ છે. હીલગાર્ડનમાં દસ રાઈડ તથા એક ગેમ ઝોન છે. આ બધી બાબતોએ રોટરી કલબમાં ચર્ચા થઈ અને હીલગાર્ડન ફરી પાછું હતું તેનાથી પણ વધુ સારું બનાવવા માટે એક નવી ટીમ તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.