કચ્છભુજમાં ભાદરવા માસમાં છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છ ધમધોખાર વરસાદ(Heavy rain in Kutch) નોંધાયો છે. ત્યારે બ વર્ષના વીતી ગયા છતા હમીરસર તળાવ કોરુંધોકાર હતું. ત્યારે આખરે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો (Bhuj Hamirsar lake finally overflowed ) થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ (Bhuj Municipality President) ઘનશ્યામ ઠક્કરે ઑગન સ્થળે વરૂણ દેવને નમન કર્યા હતા. ભુજમાં 291 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભુજવાસીઓના હૃદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભુજ નગરપાલિકાના તમામ નગરસેવકો પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં.
હમીરસર 2020માં છલકાયું ત્યારબાદ આજે છલકાયું સ્થાનિક લોકોએ આ અંગેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કચ્છમા સચરાચર વરસાદ બાદ પણ ભુજનું હાર્દસમુ હમીરસર ખાલી રહેતુ હતું અને છલકાયું નહોતું. પરંતુ આજે ભૂજમાં થયેલા વરસાદથી બે વર્ષ બાદ આખરે આ વર્ષે તળાવ છલકાયું છે. જેનો આનંદ ખાલી ભુજવાસીઓને જ નહિ, પરંતુ સમગ્ર કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા કચ્છીઓને ચોક્કસથી થતો હોય છે. આ હમીરસર તળાવ 2020માં છલકાયું ત્યારબાદ આજે છલકાયું છે. આ અંગે ભુજ વાસીઓને ખુશી અને આનંદની લાગણી છે.