ભુજનું સોળમી સદીનું ધિંગેશ્વર મહાદેવ મંદિર શહેરની મંગળા આરતીઓના કેન્દ્રમાં છે. ઝિંગ શિવલિંગ એટલે કે, વિશાળ શિવલીંગના કારણે ધિંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિરના પૂજારી ઈશ્વર ગોસ્વામી છે. પૂજારી નિયમિત સવાર સાંજ મહાદેવની આરતી કરે છે.
ભુજના ધિંગેશ્વરહાદેવ મંદિરની મહાઆરતીના કરો દર્શન - dhingeshvar mahadev aarti live
કચ્છઃ જિલ્લાના વડામથક ભુજમાં હમીરસર તળાવના કિનારે આવેલા ધિંગેશ્વર મહાદેવ મંદિર રોજ સવારે પ્રભાત આરતી કરવામાં આવે છે. શુક્રવારે કડકડતી ઠંડીની શિયાળાની સવારે ભાવિકો મંદિર પહોંચ્યા હતા. તેમને મંગળા આરતી સાથે ધિંગા મહાદેવના દર્શનનો લહાવો મેળવ્યો હતો.
ધિંગેશ્વરહાદેવ મંદિરની મહાઆરતીના કરો દર્શન
વહેલી સવારે જ ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતા. ધિંગેશ્વર મહાદેવના ભક્ત અને કચ્છના જાણીતા કલાકાર નોબત વાદક શૈલેષ જાની અને તેમની ટીમ દ્વારા આ મહાઆરતી કરવામાં આવી હતી. કચ્છમાં કડકડતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. હર રોજ વહેલી સવારે નોબત જલર મહાઆરતીનો લાભ લઇ ભાવિકોએ ધન્યતા અનુભવે છે.