ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું - Bhuj Animal Husbandry Branch

ભુજ તાલુકાના કુનરીયા ગામે તાલુકા કક્ષાના પશુપાલન શિબિરનું આયોજન (Bhuj Animal Husbandry Camp )કરવમાં આવ્યું હતું. સાથે સાથે 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ્ જળ અભિયાનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ.નિમાબહેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું
Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું

By

Published : Mar 19, 2022, 8:04 PM IST

કચ્છઃ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા અને પશુ દવાખાના(Bhuj Animal Husbandry Branch) દ્વારા તાલુકા કક્ષાનાપશુપાલન શિબિરનું આયોજન ભુજ તાલુકાના કુનરિયામાં કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. હરેશ ઠક્કરે પશુપાલકોને આદર્શ પશુપાલન અંગેની માહિતી આપી હતી તથા પશુઓમાં થતાં રોગો તથા તેના નિદાન અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. સાથે સાથે પશુપાલન અધિકારીએ ભુજ તાલુકાનાપશુપાલકોને પશુપાલન માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓ અને સહાય વિશે પણ માહિતગાર કર્યા હતાં.

સુજલામ સુફલામ જળ અભિયાન

પશુપાલન શિબિર દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું -કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. ભુજ તાલુકાના પશુપાલકોને પશુઓમાંથી ફેલાતા રોગો કેવી રીતે દૂર કરવા, પશુઓના રોગનો કેવી રીતે નિદાન કરવું, દૂધ ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેમજ પશુપાલન માટે વિવિધ સાધનો તેમજ ખાણ દાણ અંગે સરકારની યોજનાઓ થકી જે 75 થી 90 ટકા જેટલી રકમની સહાય મળે છે. ઉપરાંત પશુઓના રહેઠાણ અને તેમના દૈનિક આહાર અંગેની માહિતી પશુપાલકોને પશુપાલન અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

7.42 કરોડના ખર્ચે 66 કે.વી.ના કુનરીયા સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું -કુનરિયામાં સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત 66 કે.વી.ના કુનરીયા સબસ્ટેશનનું ભૂમિપૂજન (Bhumipujan of 66 KV substation)પણ વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબહેન આચાર્યના હસ્તે (Dr. Nimaben Acharya)કરવામાં આવ્યું હતું. કુનરીયામાં 4900 ચોરસ મીટરમાં અંદાજિત 7.42 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવશે. ઉપરાંત આ સબસ્ટેશનમાંથી નવા 11 કે.વી.ના 5 ફીડર આયોજિત કરવામાં આવશે.

66 કે.વી. ના સબસ્ટેશનનો લાભ 9 ગામો અને 3181 વીજ ગ્રાહકોને મળશે -66 કે.વી. ના સબસ્ટેશનનો લાભ 9 ગામોને મળશે જેમાં કુનરીયા, ઢોરી, સુમરાસર (શેખ), સરસપર, ધ્રંગ, કોટાય, ફુલાય, નોખણીયા, રુદ્રમાતાનો સમાવેશ થાય છે. આ સબસ્ટેશનનો લાભ કુલ 3181 વીજ ગ્રાહકોને મળશે. જેમાં 706 ગ્રાહકો ખેતીવાડીના, 2309 રહેણાંકના ગ્રાહકો અને 137 વાણિજ્ય ગ્રાહકો તેમજ 29 ઔધોગિક ગ્રાહકોનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે માટે સુજલામ-સુફલામ જળ અભિયાન શરૂ કરાયું -જળ સંચયની કામગીરી અંતર્ગત જળ સંપતિ વિભાગ દ્વારા વર્ષ 2018, 2019, 2020 અને 2021માં સુજલામ સુફલામનો પ્રારંભ ગુજરાત રાજયમાં કરવામાં આવેલ હતો. જેને મળેલ અદભુત સફળતાને ધ્યાને લઇ ચાલુ વર્ષે પણ જળસંચયનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-2022નું આયોજન (Sujalam Sufalam Jal Abhiyan 2022)કરવામાં આવ્યું. જેમાં મુખ્ય જળ સંગ્રહના કામો જેવા કે હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયો, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ તથા તળાવોના વેસ્ટવીયરના રીપેરીંગના કામોનો સમાવેશ કરવામાં આવ્યું છે.

લોકભાગીદારીથી જળ સંચયની કામગીરી કરવાનું આયોજન કરાયું -આ અભિયાનમાં લોકોના હિતમાં કાર્ય કરતી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, એ.પી.એમ.સી., ધાર્મિક સંસ્થાઓ તથા સરકારના જાહેર સાહસોના સહકારથી તેમજ લોકભાગીદારીથી જળ સંચયની કામગીરી કરવાનું આયોજન કચ્છ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં 1380 કામો કરવામાં આવશે -કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, મુન્દ્રા, ગાંઘીઘામ, અબડાસા, માંડવી, નખત્રાણા, લખપત, ભચાઉ અને રાપર તાલુકાના કુલ 1380 કામોમાં રકમ રૂપિયા 6036 લાખના માસ્ટર પ્લાન મંજૂર કરવામાં આવેલ છે. આ કામોથી કુલ 124.07 જળસંપત્તિ 141.47 કુલ લાખ ઘન મી, માટીના જથ્થાનો ખોદાણકામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી આશરે 1240.73 જળસંપત્તિ 1414.73 કુલ કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંપતિ વિભાગ દ્રારા 1044 કામો થશે -આ અંતર્ગત જળસંપત્તિ વિભાગ દ્વારા લોકભાગીદારીથી 1010 કામો દ્વારા 96,16,310 ઘ.મી. ખોદાણકામ (ડીપનીંગ) કરવામાં આવેલ છે. જેથી આશરે 961.63 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. જેની રકમ આશરે સરકારી 2307.91 લાખ અને લોકોની ભાગીદારી 1538.61 લાખની છે. આમ કુલ 3846.52 લાખનો લોકભાગીદારીથી કામો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ2050 સુધી કચ્છમાં પ્રત્યેક વ્યકિતને દૈનિક 100 લિટર પાણી મળશે

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 122 કામો કરવામા આવશે -જળસંપત્તિ વિભાગ દ્વારા લોકભાગીદારીથી 34 કામો દ્વારા 27,90,992 ઘન.મી. ખોદાણકામ કરવામાં આવશે. જે લોકભાગીદારી આશરે રૂ.1160.40 લાખની છે. જેથી આશરે 279.10 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 122 કામો કરવામા આવશે. જેમાંથી 258532 ઘન મી. માટીના જથ્થાનો ખોદાણકામ કરવામાં આવશે. જેથી આશરે 25.85 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે.

વોટર શેડ વિભાગ દ્વારા 37 કામો કરવામાં આવશે -વન વિભાગ દ્વારા 25 કામો કરવામાં આવેલ જેમાંથી 46,000 ઘન મી. માટીના જથ્થાનો ખોદાણકામ કરવામાં આવશે. જેથી આશરે 4.60 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાવધારો થશે. વોટર શેડ વિભાગ દ્વારા 37 કામો કરવામાં આવશે જેમાંથી 180919 ઘન મી, માટીના જથ્થાનો ખોદાણકામ કરવામાં આવશે. જેથી આશરે 18.09 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે.

કુલ 1414.74 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે -આમ કચ્છ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-2022 અંતર્ગત અલગ-અલગ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીથી કુલ 1240.73 જળસંપત્તિ અને કુલ 1414.74 કરોડ લીટર જેટલા પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. જેનો લાભ પિવા માટે પશુ પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે થશે.

કચ્છના ખેડૂતોને નર્મદાના વધારાના પાણી મુદ્દે ગેરસમજ થઈ -આ ઉપરાંત બજેટ બાદ કચ્છના ખેડૂતોમાં નર્મદાના વધારાના પાણી મુદ્દે થયેલ ગેરસમજ અંગે વિધાનસભાના અધ્યક્ષા ડો નિમાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે કચ્છમાં નર્મદાના વધારાના પાણી માટે વહીવટી મંજુરી 4369 કરોડની મળી છે. પરંતુ ચાલુ વર્ષે બાકી રહેલા 8 મહિનાઓ માટે ગુજરાત સરકારે કાર્ય શરૂ કરવા માટે 272 કરોડની રકમ ફાળવી છે અને જો કામ ઝડપથી થશે તો જે મુજબ રકમની જરૂરિયાત હશે તે મુજબ રકમ ફાળવવામાં આવશે એટલે કોઈ પણ ખેડૂત મિત્રોએ ગેરસમજ રાખવી નહીં તેવી વિનંતી પણ વિધાનસભાના અધ્યક્ષા ડૉ નિમાબહેન આચાર્યએ કરી હતી.
આ પણ વાંચોઃSujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ

ABOUT THE AUTHOR

...view details