ભૂજઃ કચ્છમાં કોરોના લોકડાઉન વચ્ચે આકાશમાં ખગોળિય ઘટના નિહાળીને ખુ્લ્લા આકાશ નીચે બેઠેલા લોકોએ ખુશી અને રોમાંચનો અનુભવ થયો હતો. હાલ સૂર્યાસ્ત બાદ પશ્ચિમ આકાશમાં ખુબજ પ્રકાશિત શુક્ર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આકાશમાં આટલો ચમકતો પદાર્થ કયો છે તેવો સવાલ અનેક લોકોને થયો હતો.
આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે - Astronomical phenomena
૩ એપ્રિલના રોજ શુક્ર કૃતિકા નક્ષત્રની એકદમ નજીક આવતાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું. કૃતિકાને અંગ્રેજીમાં સેવન સિસ્ટર્સ (સાત બહેનો) અને ખગોળની ભાષામાં પ્લીઅડીસ અથવા એમ-45 ના નામથી ઓળખવામાં આવે છે. આમ,તો શુક્ર દર વર્ષે કૃતિકા પાસેથી પસાર થાય છે. પરંતુ લગભગ આઠ વર્ષ બાદ તે કૃતિકાના તારક ઝૂમખાં ઉપરથી પસાર થયો હતો.
આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના
લોક ડાઉનની પરિસ્થિતિમાં લોકો ભલે બહાર ક્યાંય જઈ શકતા ન હોય પરંતુ પોતાના ઘરની અગાશી કે બાલ્કનીમાંથી તારા અને ગ્રહોની સંંગાથે અવકાશી સફરનો આનંદ જરૂર લઈ શકે છે. ફોટોગ્રાફીની કામગીરી નિશાંત ગોર દ્વારા કરવામાં આવી હતી.