ગુજરાત

gujarat

ETV Bharat / state

દાવેદારોનો રાફડો : 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી - સેન્સ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છમાં સેન્સ પ્રક્રિયા (Sens Process in Kutch) હાથ ધરાઈ હતી. કચ્છમાં આ વખતની ચૂંટણીમાં દાવેદારી માટે રાફડો ફાટ્યો હતો. કચ્છની 6 વિધાનસભા (Assembly Elections in Gujarat) બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. (Kutch Contenders List)

દાવેદારોનો રાફડો : 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી
દાવેદારોનો રાફડો : 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી

By

Published : Oct 29, 2022, 4:01 PM IST

કચ્છ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભુજમાં હોટેલ પ્રિન્સ રેસિડેન્સી ખાતે પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકોની હાજરીમાં કચ્છની વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરાઈ હતી. કચ્છની છ બેઠકો માટે પૂર્વ પ્રધાન મુળુ બેરા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશ પટેલ અને મહેસાણા સાંસદ શારદા પટેલને હાઈ કમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ હતી. કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.(Kutch assembly election 2022)

કચ્છમાં 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી

વિવિધ સમાજના આગેવાનોસૌ પ્રથમ માંડવી બેઠક માટે સેન્સ લેવાયા હતા. માંડવી બેઠક બાદ અબડાસા બેઠક માટે સેન્સ લેવાયા હતા. નિરીક્ષકો શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારોને મળ્યા હતા. સંગઠન બેઠકમાં હોદેદારોના મંતવ્ય જાણ્યા બાદ પ્રદેશ હોદ્દેદારો વ્યક્તિગત દાવેદારો અને અબડાસા બેઠક હેઠળ આવતા નલિયા, નખત્રાણા અને લખપત તાલુકા વિસ્તારના વિવિધ સમાજના હોદ્દેદારો અને પ્રતિનિધિઓને મળ્યા હતા. અબડાસા મત વિસ્તારના ગઢવી, પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે સમાજના આગેવાનોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ ફાળવવા માંગ કરી હતી. (Kutch assembly election)

અબડાસા માટે 2-2 ધારાસભ્યોએ દાવેદારીઅબડાસા વિધાનસભા બેઠક માટે 19 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપરાંત માંડવી બેઠકના વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ અબડાસા બેઠક પરથી ઉમેદવારી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. અન્ય દાવેદારોમાં દિવ્યા એચ. પટેલ, જનક પટેલ, ધર્મેશ કેશરાણી, ભરત સોમજીયાની, વાડીલાલ પોકાર, ગોવિંદ રવજી ભાનુશાલી, ગુલામ હુસેન બલોચ, આરબ હુસેન જત, પ્રવિણસિંહ વાઢેર, શંકર બાબુલાલ, ઉષાબા જાડેજા, જયદીપસિંહ જાડેજા, રાજુ સરદાર, ચેતનાબા જાડેજા, હસમુખ દેવજી પટેલ, પ્રફુલસિંહ જાડેજા વગેરે 19 જેટલાં દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી.(Kutch Assembly Candidates List)

માંડવી માટે 29 દાવેદારોએ દાવેદારી નોંધાવીમાંડવી વિધાનસભા બેઠક માટે ટિકિટના દાવેદારોનો રાફડો ફાટ્યો હતો અને 29 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત અનેક દાવેદારોએ દાવો નોંધાવ્યો હતો. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, અમુલ દેઢિયા, જીગર છેડા, રસીકબા ગઢવી, ચેતન ભાનુશાલી, જાડેજા રણજીતસિંહ, બટુકસિંહ જાડેજા, દિવ્યાબા જાડેજા, હરદેવસિંહ જાડેજા, રેખા રાબડીયા, કેશુ પારસીયા, છાયા ગઢવી, એડવોકેટ મગન ગઢવી, મોમાયાભા ગઢવી, રણજીતસિંહ જાડેજા, મહેન્દ્ર રામાણી, શારદા રાબડીયા, વૈશાલી ગોર, મહેન્દ્ર ગઢવી, પાલુ ગઢવી સહિત અંદાજે 29 જેટલા દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી. દાવેદારોએ પોતાના દાવેદારી માટેના ફોર્મ ભરી રજૂ કર્યા છે, ત્યારે માંડવી બેઠક પર વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ફરી તક મળશે કે કોઈ અન્ય ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવશે તેના પર મીટ મંડાઈ છે.(sense process contenders 2022)

ગાંધીધામમાં સૌથી વધુ દાવેદારીસેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ 48 દાવેદારોએ ગાંધીધામની અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે દાવેદારી કરી છે. દાવેદારોમાં વર્તમાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને માલતીબેનના મામા રમેશ મહેશ્વરી, જે.પી. મહેશ્વરી, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશ મહેશ્વરી, કાનજી ભર્યાં, ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક હાથી વગેરેનો સમાવેશ થાય છે. (Sense Process Contenders List in Kutch)

રાપર માટે 33 દાવેદારોએ દાવેદારી નોંધાવીરાપર વિધાનસભા માટે 33 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આગામી ચૂંટણીમાં આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. રાપર વિધાનસભા માટે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અંબાવી વાવીયા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજ બારી, કાનજી કોળી, બળવંત ઠક્કર, જાગૃતિ શાહ, પંકજ ઠક્કર, મહેશ પૂંજ, દેવનાથ બાપુ, ભરત સંઘવી, અંબાવી વાવીયા જેવા દાવેદારોએ ટિકિટ ફાળવવાની માંગ કરી હતી. કેટલાક સમાજો દ્વારા નિરીક્ષક સમક્ષ એક વિશિષ્ટ રજુઆત મૂકી હતી.(Kutch Sense Process)

અંજાર માટે 24 દાવેદારોએ દાવેદારી નોંધાવીઅંજાર વિધાનસભા માટે 24 દાવેદારોએ દાવેદારી નોંધાવી વર્તમાન ધારાસભ્ય વાસણ ભાઈ આહીર, ત્રિકમ વાસણ આહીર, પુર્વે જીલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ છાંગા, ઉદ્યોગપતિ શામજી તેજા આહીર, સહકારી અગ્રણી વલમજી હુંબલ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ બાબુ ભિમાં હુંબલ, એડવોકેટ રાજેશ ગાગલ, ધનજી હુંબલ સહિતના લોકો એ દાવેદારી કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પક્ષ કોને ટીકીટ આપે છે કોણ બાજી મારે છે. (Kutch Contenders List)

ભુજ વિધાનસભા બેઠક માટે રજૂઆતભુજ વિધાનસભા માટે 17થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. નીમા આચાર્ય, ધવલ આચાર્ય, હિતેન ખંડોર, અજય પુષ્પદાન ગઢવી, ડો મુકેશ ચંદે, રાહુલ ગોર, કૌશલ્યા માધાપરિયા, પારુલ કારા, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, ઘનશ્યામ ઠક્કર, સહિતનાઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો, પટેલ સમાજના આગેવાનો દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભુજના 25 જેટલા નગરસેવક અને અન્ય વિવિધ સામાજિક આગેવાનોએ આ વખતે ભુજ બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા નિરીક્ષકો સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.(Sens Process in Kutch)

સેન્સ પ્રક્રિયા બાદનો કાર્યક્રમ પ્રદેશ કક્ષાએથી નિરીક્ષક તરીકે આવેલા મુળુ બેરાએ જણાવ્યું હતું કે, માંડવી બેઠક માટે 29, અબડાસા બેઠક માટે 19, ગાંધીધામ બેઠક માટે 48, અંજાર બેઠક માટે 24, ભુજ બેઠક માટે 17 અને રાપર બેઠક માટે 33 જણે દાવેદારી કરી છે. સેન્સ પ્રક્રિયા બાદ બધું દફતરનો તખ્તો દિલ્હી ખસેડાશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details