- કચ્છનો દિવ્યાંગ કલાકાર કોરોનાને લીધે આર્થિક મુશ્કેલીમાં
- સુપ્રસિદ્ધ કલાકારો સાથે કામ કરી ચૂકેલા કલાકાર આજે નિઃસહાય
- કોરોના મહામારીમાં ધંધો ગુમાવ્યો
કચ્છઃ કોરોનાકાળ દરમિયાન તમામ કલાકારો તકલીફો વેઠી રહ્યા છે ત્યારે આ યુવાન સુરેશે પણ પોતાનો ધંધો ખોયો છે. સુરેશ વ્યવસાયિક રીતે ગાયકી ક્ષેત્રમાં જોડાયેલો છે તેને આ કોરોનાની મહામારીમાં પ્રતિબંધો અને નિયંત્રણો વચ્ચે પોતાનો ધંધો ગુમાવ્યો કોઈ પણ જાતના ગાયન કાર્યક્રમ કે લગ્ન પ્રસંગો માટેના ઓર્ડર નથી આવી રહ્યાં.
સુરેશે સુપ્રસિદ્ધ કલાકારો સાથે કામ કર્યું છે
સુરેશ ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી જેવા અનેક નામીઅનામી ગાયકો સાથે કામ કરી ચૂક્યો છે. ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીને ગુરુ માની ગાયકી શરૂ કરનાર સુરેશ સોલંકીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોતાની ગાયકીથી સારું એવું નામ કમાવ્યુ છે.
પગથી ભલે લાચાર છું પણ ગાયકી ક્ષેત્રમાં આગળ વધીશ: સુરેશ
સુરેશ જણાવે છે કે પગથી ભલે લાચાર છું પણ મને ભગવાને સુંદર અવાજ આપ્યો છે જેનાથી હું ગાયકી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું.
લેણું અને ઘરનું ભાડું ચૂકવવા પૈસા નથી
હાલ કોરોના મહામારીમાં આ ગાયક કલાકાર ઘણી તકલીફો વેઠી રહ્યો છે ત્યારે આ કલાકારને રાશન મેળવવા તથા ઘરનું ભાડું ચૂકવવા આર્થિક મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં કચ્છ કલાકાર એસોસિએેશનના પ્રમુખ શૈલેષભાઈ જાનીએ પોતાના ગ્રુપ દ્વારા અલગ અલગ દાતાઓનો સંપર્ક કરતા તેને નાની નાની મદદ કરવામાં આવી રહી છે. સુરેશ પર 30થી40 હાજર રૂપિયાનું લેણું પણ ચડી ગયું છે અને તેની પાસે તો ઘરનું ભાડું ચૂકવવા પણ રૂપિયા નથી.
આ પણ વાંચોઃ કચ્છના કાળીતલાવડી ગામમાં રહેતા લોકોના મોબાઈલમાં પાકિસ્તાનના શહેરના ટાઇમઝોન તથા લોકેશન દેખાયા