ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ લોકડાઉન: લગ્ન માટે મળશે મંજૂરી, પણ આ નિયમોનું કરવું પડશે પાલન - સોશિયલ ડિસ્ટન્સિંગ

દેશભરમાં લોકડાઉન વચ્ચે લગ્નના મુહૂર્તને લઈને ખાસ ચિંતા જોવા મળી રહી છે. યુગલ ખાસ ચિતામાં છે કે, તેઓ સપ્તપદીના ફેરા ફરી શકશે કે કેમ? જોકે કચ્છમાં તંત્રએ ચોક્કસ નિયમો સાથે લગ્નને મંજૂરી આપવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

કચ્છ લોકડાઉન: લગ્નો માટે મળશે મંજુરી પણ આ નિયમોનું કરવું પડશે પાલન
કચ્છ લોકડાઉન: લગ્નો માટે મળશે મંજુરી પણ આ નિયમોનું કરવું પડશે પાલન

By

Published : Apr 19, 2020, 12:11 PM IST

કચ્છ: લોકડાઉન પાર્ટ-2માં વેપાર ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે. તેમ હવે લગ્ન માટે પણ શરતી મંજૂરી આપવામાં આવશે. લોકડાઉનના સમય દરમિયાન લગ્ન પ્રસંગને બાધા ન આવે તે માટે સંબંધિત તાલુકાના એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને ઇન્સીડેન્ટ કમાન્ડર તરીકે તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સુપરવિઝન ઓથોરિટી તરીકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ દ્વારા નિયુક્ત કરાયા છે.

લગ્ન પ્રસંગ માટે પરમિશન પાસ અપાશે. લગ્ન પ્રસંગે 20થી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઉપરાંત કન્ટેન્ટમેન્ટ વિસ્તાર હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી લગ્ન સ્થળે, લગ્ન પ્રસંગે વ્યક્તિ આવી શકશે નહીં અને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર, હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારમાં લગ્ન પ્રસંગની મંજૂરી આપવામાં આવશે નહીં. આ જોગવાઇઓનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન માટે છૂટછાટ અપાઈ છે. આ નિયમો હાલ ત્રીજી મે સુધી લાગુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details