- ભચાઉના નેર ગામમાં દલિતો પર થયેલ હુમલાનો મામલો
- પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ 10 આરોપીઓને પકડવામાં આવ્યા
- અગાઉ 5 આરોપીઓને પકડવામાં આવ્યા હતા
કચ્છઃભચાઉ તાલુકાના નેર ગામમાં( village of Ner) રામ મંદિરમાં દર્શન મુદ્દે હુમલો (Attack on Darshan issue at Ram temple)કરનારા વધુ 10 આરોપીઓ ઝડપાયા છે. જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં રામ મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરવા બદલ થોડાક દિવસો અગાઉ દલિત પરિવાર પર થયેલાં ઘાતક હુમલાની ઘટનાની બની હતી જે ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જેમાં દલિત સમાજના લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ ગુનામાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અનુસુચિત જાતિના લોકો પર હુમલાના આરોપી ઝડપાયા
ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસુચીત જાતીના લોકો ઉપર થયેલ હુમલામાં ભચાઉ પોર્લોસ સ્ટેશન ખાતે (1) ગુ.૨.નં.0456/2021 ઈ.પી.કો કલમ 307, 323, 324, 452, 120(બી), 506(2) વિ. તથા હથીયાર ધારા કલમ 25(1-બી)(એ), તથા એટ્રોસીટી એક્ટ કલમ 3(1)(આર), વિ. તથા (2) ગુ.ર.નં.0466/2021 ઈ.પી.કો કલમ 307, 395, 397, 120(બી), 323, 324, 341, 506(2), વિ. તથા હથીયાર ધારા કલમ 25(1-બી)(એ), તથા એટ્રોસીટી એક્ટ કલમ 3(1)(આર), વિ. તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ આ ગુનામાં બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસની અલગ અલગ ટીમો બનવવામાં આવી