કચ્છ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયથી જ તેમને કચ્છથી એક વિશેષ લગાવ રહ્યો છે. સમયાંતરે કચ્છના પ્રવાસે આવેલા મોદીએ (PM Narendra Modi)કચ્છના લોકો સાથે અહીંની સ્થાનિક ભાષામાં વાત કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. કચ્છના લોકોએ પણ તેમને એટલી જ ચાહના આપી છે. શનિવારે ભુજના ટાઉન હોલ ખાતે નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની સર્વે કચ્છ પ્રવાસની (Exhibition of pictures of Narendra Modi visit to Kutch )ચિત્ર પ્રદર્શની "મોદી ઈન કચ્છ" રજૂ કરવાં આવી હતી.
લોકોની સમસ્યા જાણી -દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરહદી જિલ્લા કચ્છ પ્રત્યે વિશેષ લગાવ રહ્યું છે. કચ્છ જિલ્લો નરેન્દ્ર મોદીનો સર્વાધિક પ્રિય જિલ્લો રહ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગમે ત્યાં હોય, ભારતમાં ગમે ત્યાં હોય કે પછી વિદેશમાં ગયા હોય ત્યારે ત્યાં પણ કચ્છને યાદ કર્યું છે. 2001ના વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્વસ્વ વિનાશ થઈ ગયું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છમાં(Narendra Modi visit to Kutch) એક કાર્યકર્તાના સ્વરૂપે કચ્છના ગામડે ગામડે સ્કૂટર પર ફર્યા હતા. ભૂકંપ ગ્રસ્ત થયેલા લોકોની સમસ્યા જાણી અનેસમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા અને સેવા હી સાધના માનીને લોકોની સેવા કરી છે.
આ પણ વાંચોઃHeritage walk in Bhuj : આપણું ભવિષ્ય ઘડવા માટે ભૂતકાળ જોવો જરૂરી છે, વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજમાં હેરિટેજ વોક
નરેન્દ્ર મોદીએ અંદાજિત 92 વખત લીધેલ કચ્છની મુલાકાત સમયની તસવીરો -જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધ દવેએ "મોદી ઈન કચ્છ" અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનના પદ પર લોકોની વચ્ચે આવ્યા. મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે તેઓ કચ્છની 87 વખત મુલાકાતે આવ્યા છે અને કુલ અંદાજિત 92 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે પણ અનેકવાર કચ્છની મુલાકાતે આવ્યા છે અને હાલમાં દેશના વડાપ્રધાન છે ત્યારે પણ અનેક વાર કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે અને કચ્છ જિલ્લાની મુલાકાતે જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે કચ્છને વિશેષ ભેટ આપી છે.
કચ્છ એશિયાનો સૌથી ઝડપથી વિકસત જિલ્લો -કચ્છનો 2001ના ભૂકંપમાં વિનાશ થયો હતો તે જ કચ્છ આજે એશિયાનો સૌથી ઝડપથી વિકસતો જિલ્લો બન્યો છે. તેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. નરેન્દ્ર મોદીએ જેટલી વાર કચ્છની મુલાકાત લીધી છે તે મુલાકાત દરમિયાન પાડવામાં આવેલ તસવીરોનું પ્રદર્શનનું આયોજન આજે ભુજના ટાઉનહોલ મધ્યે કરવામાં આવ્યું હતું. આ મોદી ઈન કચ્છ ફોટો પ્રદર્શની લોકોની યાદો તાજી થાય તે અર્થે ગોઠવવામાં આવી હતી.
કચ્છની મુલાકાતોની તસવીરો -નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન કચ્છના નારાયણ સરોવર કોટેશ્વરની મુલાકાત લીધી તે સમયની તસવીરો અહીં પ્રદર્શન અર્થે લગાડવામાં આવી છે. અનેક વાર સફેદ રણની મુલાકાતે પણ નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે. ઉપરાંત 2012માં માંડવીમાં યોજાયેલ સદભાવના મિશનમાં પણ નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. કચ્છમાં નર્મદાના નીરના વધામણા તથા ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનું શુભારંભ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભુજના ટાઉનહોલમાં યોજાયેલ રાજ કવિ શંભુભાઈ શતાબ્દી કાર્યક્રમમાં મોદીજી પધારી ચૂક્યા છે.
આ પણ વાંચોઃVidya Samiksha Kendra: PM મોદીને વિદ્યા સમીક્ષા સેન્ટરની માહિતી આપનારા જૂનાગઢના શિક્ષક તરૂણ કાટબામણા સાથે વાતચીત
રાજકીય અને સામાજિક કાર્યક્રમોની મુલાકાત સમયની તસવીરો -આ ઉપરાંત અનેકવાર કચ્છના પ્રખ્યાત સફેદ રણ ખાતે યોજાતી ચિંતન શિબિરમાં પણ મુલાકાતે નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી વખતે, ગરીબ કલ્યાણ મેળામાં, ધર્મશાળા બોર્ડર પર ધ્વજવંદન કાર્યક્રમમાં, મેં નહિ હમ કાર્યક્રમમાં, સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ સમયે, સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ સમયે, બીએસએફના જવાનો સાથેના દિવાળી મિલન સમયેના, માંડવી દરિયાકિનારે આયોજિત થયેલ રેત શિલ્પ સમયના, કચ્છી તહેવાર અષાઢી બીજના દિવસે, કચ્છ કાર્નિવલ સમયે પણ નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા તે સમયની તસવીરો આજે મોદી ઈન કચ્છ પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી.
કચ્છ પુનઃનિર્માણ વિચાર ગોષ્ટી 2001 સમયની તસવીરોનું પ્રદર્શન -અંજાર ખાતે યોજાયેલ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથના સ્વાગત સમારોહ સમયે પણ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. જે.પી. સિમેન્ટ પ્લાન્ટ, કાળો ડુંગર ખાતે યોજાયેલ કાર્યક્રમ, પાલારા જેલ અર્પણ વિધિ, વેલસ્પન કંપનીના ઉદ્ઘાટન સમયની તસવીરો, ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત સમયની તસવીરો, વિરાંજલી યાત્રાની તસવીરો, જનરલ હોસ્પિટલના લોકાર્પણ સમયેની તસવીરો, ભાડા કચેરીના ઉદ્ઘાટન સમયની તસવીરો, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ સ્થળ માંડવી ખાતેની મુલાકાત સમયની તસવીરો અને કચ્છ પુનઃનિર્માણ વિચાર ગોષ્ટી 2001 સમયની તસવીરોનું પ્રદર્શન આજે અહીં ગોઠવવામાં આવ્યું હતું.