- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- ગત રાત્રે 9:56 વાગ્યે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ભચાઉથી 17 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ: 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. ગત રાત્રીના 9:57 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથકમાં આવેલા ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો-શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?