નવરાત્રીમાં કચ્છના ચણિયાચોળીની દેશભરમાં ભારે ડિમાન્ડ હોય છે. પણ ચાલુ વર્ષ ગ્રાહકોની સંખ્યા ઘટી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષ 20 ટકા જેટલી ઓછી ઘરાકી જોવા મળી રહી છે. ખેલૈયાઓ ભાડેથી ચણિયાચોળી લેવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે બજારમાં ચણિયાચોળી ખરીદી ઘટી છે તેમ છતાં વેપારીઓ આશા છે કે નવરાત્રી છેલ્લા દિવસોમાં ઘરાકી જોવા મળશે.
કચ્છમાં નવરાત્રી માહોલ વચ્ચે કચ્છી ચણિયાચોળીની માર્કેટમાં મંદી - -kutchi-chincholi-market
કચ્છઃ આમતો વિવિધ ક્ષેત્રમાં હાલ મંદીનો માહોલ છે,અને તેની અસર તહેવારો પર પણ પડી રહી છે. નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે. પણ આ વખતે કચ્છના ભાતીગળ ચણીયા ચોળી ખરીદી પણ મંદીની અસર જોવા મળી છે. તેમ છતાં વેપારીઓ છેલ્લી ઘડીની ઘરાકીની આશા રાખી રહ્યા છે.
કચ્છમાં નવરાત્રી માહોલ વચ્ચે કચ્છી ચણિયાચોળીની માર્કેટમાં મંદી
કચ્છની હસ્તકલા દેશ-વિદેશમાં જાણીતી છે, કચ્છના હસ્તકલા કારીગરો તૈયાર કરવામાં આવતા અવનવા ટ્રેડિશનલ ચણીયા ચોલી માર્કેટમાં જોવા મળે છે, ભુજમાં બજારમાં ખેલૈયાઓ અવનવી ચણિયાચોળી ખરીદતા જોવા મળ્યા હતા, હાલ ભુજની બજારમાં 1000 રૂપિયા લઈને 5000 રૂપિયા સુધી ચણિયાચોળી બજારમાં જોવા મળે છે. આ વર્ષ નવરાત્રિમાં ગેરવાળી ચણિયાચોળી ગામઠી વર્ક કચ્છી વર્ક ચણીયા ચોળીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મંદીના માહોલ વચ્ચે પણ ખેલૈયા કચ્છી ચણિયાચોળી ખરીદી પર પસંદગી ઉતારી રહ્યા છે.