દારૂ, આર્મ્સ એકટ, એટ્રોસિટી સહિતના ગુન્હાઓ સામે પણ તંત્ર દ્વારા ધાક બેસાડતું પાસાનું શસ્ત્ર ઉગામી અસામાજીક તત્વોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. તો આ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા કચ્છમાં સામાજીક માહોલને બગાડતી આવી કોઇપણ અસામાજીક પ્રવૃતિ અટકાવવા વ્યાપક પગલાંઓ અને કડક કાર્યવાહી હાથ ધરીને અસામાજીક પ્રવૃતિ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.
લોકસભાની તૈયારીના પગલે કચ્છના આરોપીઓ જેલ હવાલે - jail
ભુજ: આગામી લોકસભાની ચૂંટણી મુક્ત વાતાવરણ કાયદેસર રીતે આયોજન થવાની સાથે લોકશાહીના આ પર્વની પ્રક્રિયા દરમિયાન ક્યાંય કોઇ અસમાજીક તત્વો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રની સાથે પોલીસ તંત્ર દ્વારા કમર કસીને 14 ગુનેગારોને પાસાના ગુના હેઠળ જેલને હવાલે કરી દેવાયા છે.
ભુજમાં આવેલી લૉટસ કૉલોનીના રહેવાસી ઇબ્રાહિમ હાસમ કેવર સામે પાસાની કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. સાથે જ હિંમતપુરાના રજાકશા આમદશા શેખ અને સર્વોદય સોસાયટીના રહેવાસી હિતેષ સામજીભાઈ મકવાણા, નખત્રાણાના જીવુભા સાંગાજી જાડેજા તેમજ દુજુભા સાંગાજી જાડેજા, અબડાસા તાલુકાના ભોજુભા ડુંગરસિંહ સોઢા, અબડાસા તાલુકાના રાસુભા તગજી સોઢાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભચાઉ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો સંગ્રહ, વેચાણ અને હેરફેરની ગેરકાયદેસરની ખુલ્લેઆમ પ્રવૃતિ કરતાં વારાહી તાલુકાના સાંતલપુરના અયુબખાન ઇસબખાન (યુસુબખાન) જત મલેક સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામી જેલ હવાલે કરી દેવાયાં છે.
ભુજના ઇમરાન ઉર્ફે પપ્પુડો મહમદ હુસેન સુમરા સામે વિવિધ ગુન્હા અને આર્મ્સ એકટ કલમ-25(1)એ અને 25(1)B વગેરે મુજબ પાસા અંતર્ગત જેલ મોકલી દેવાયાં છે. ગાંધીધામના શિવરાજસિંહ મદનસિંહ શેખાવત સામે પ્રોહીબિશન એક્ટ હેઠળના ગુનાઓ દાખલ તો ભુજના નિઝામ અબ્દુલગની મોગલ સામે ઇપીકો તથા એટ્રોસીટી એક્ટ હેઠળના ગુનાઓ પોલીસ દફતરે નોંધાયેલા છે. ભુજના ગાંધીનગરના અબ્દુલ કાસમ બજાણીયા સામે 2016થી 2019 દરમિયાન EPCO તથા એટ્રોસીટી એકટ હેઠળના ગુનાઓ, અંજારના આરોપી શકિતસિંહ સુખદેવસિંહ જાડેજાને અમદાવાદ ખાસ જેલ અને હરિરસિંહ જોરૂભા વાઘેલાને વડોદરા ખાસ જેલમાં ખસેડવામાં આવ્યા છે.