- 21 ઓક્ટોબરે આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો
- હત્યાબાદ આરોપી ફરાર હતો
- 5 દિવસ બાદ આરોપીનો મૃતદેહ મળ્યો
કચ્છઃ અબડાસા તાલુકાના જખણિયા ગામે પત્ની અને ત્રણ બાળકીની હત્યા કર્યા બાદ ફરાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ પોતાના ઘરમાં હત્યાકાંડ સર્જનારા આરોપી શિવજી પચાણ સંઘાર ઉર્ફે જખુનો મૃતદેહ માંડવી તાલુકાનાં આસંબિયા નજીક વણોઠી ડેમના કાંઠે બાવળની ઝાડીઓ વચ્ચે મળી આવ્યો છે. પરિવારની હત્યા કર્યા બાદ આ યુવાને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ લાગી રહ્યું છે.
પરિવારની હત્યા કરી આરોપી ફરાર થયો હતો
21 એક્ટોબરના રોજ આરોપી પત્ની અને પોતાની 3 દીકરીની હત્યા કરી ફરાર થયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપી મળ્યો નહોતો.