ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસાની પેટા ચૂંટણીઃ ભાજપને અસંતોષ અને જૂથબંધી કેટલી નડી, જુઓ વિશેષજ્ઞનો મત - ABDASA ByElections

કચ્છના અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યાં હતાં. 3 નવેમ્બરના મતદાન પછી હવે 10મી નવેમ્બરે મતગણતરીની રાહ જોવાઇ રહી છે આ વખતે જો અને તોની ચર્ચા વચ્ચે કોણ જીતશે તે ટોપિક પર લોકો ચર્ચા વિચારણા કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારના કારણે ભાજપમાં અસંતોષને જૂથબંધી અને નારાજગી કેટલા અંશે અસર કરી હશે તે અંગે ઈટીવી ભારતે ભૂજના અભ્યાસુ અને સિનિયર પત્રકાર ભાવિન વોરા સાથે ચર્ચા કરી હતી.

અબડાસાની પેટાચૂંટણીઃ ભાજપને અસંતોષ અને જૂથબંધી કેટલી નડી જુઓ વિશેષજ્ઞનો મત
અબડાસાની પેટાચૂંટણીઃ ભાજપને અસંતોષ અને જૂથબંધી કેટલી નડી જુઓ વિશેષજ્ઞનો મત

By

Published : Nov 6, 2020, 4:10 PM IST

  • કચ્છની અબડાસા બેઠક પર પેટા ચૂંટણી સંપન્ન
  • 'જો અને તો'ની ચર્ચાઓ જોરમાં
  • ભાજપમાં અસંતોષની વ્યાપક લાગણી
  • જૂથબંધીને લઇને ભારે નારાજગી

ભૂજઃ ભાવિન વોરાએ જણાવ્યું હતું તે અબડાસા બેઠક પર 61.30 ટકા મતદાન થયું છે તે કોઇ પણ બેઠકની દ્રષ્ટિએ ઊંચું મતદાન છે. પરંતુ અબડાસામાં છેલ્લી ચૂંટણીઓ પછી થયેલા મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ આ પેટા ચૂંટણીનું મતદાન ઓછું થયું છે. ભૂતકાળની નજરે ઓછું અને વધુ મતદાન થાય છે ત્યારે કોંગ્રેસને ફાયદો થતો હોય છે. ભાજપમાં અસંતોષ, નારાજગી અને જૂથબંધી અસર ન કરે તે માટે રાજ્યકક્ષાના પ્રધાનો સહિતના આગેવાનોએ અબડાસામાં ધામ નાખ્યાં હતાં. જોકે આ વખતે પણ ક્યાંકને ક્યાંક જૂથબંધી અને અસંતોષ ભાજપને અસર કરી હશે તેવું માનવાને કારણ છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારના કારણે ભાજપમાં અસંતોષને જૂથબંધી અને નારાજગી કેટલા અંશે અસર કરી હશે?

ABOUT THE AUTHOR

...view details