- ક્સ્ટોડીયલ ડેથ મામલે ન્યાય મળે તે માટે શાંતિ સંમેલન
- 18 વર્ણના લોકો શાંતિ સંમેલનમાં જોડાયા
- ચુંટણી બહિષ્કાર માટેનો નિર્ણય
અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા શાંતિ સંમેલનનું આયોજન કરાયુ - gujarat
મુંદ્રા કસ્ટોડીયલ ડેથ મામલે બીજા યુવકના મોત મામલે ચારણ સમાજના લોકો આક્રમક થયા છે. જો યોગ્ય તપાસની ખાતરી નહી મળે તો સમાજના લોકો યુવકના મૃતદેહ સાથે ન્યાય માટે લડત કરશે.
Akhil Kutch Charan Samaj
કચ્છ: મુંદ્રા તાલુકાના સમાઘોઘામાં થયેલી ક્સ્ટોડીયલ ડેથ મામલે ન્યાય મળે તે માટે અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા શાંતિ સંમેલન કરવામાં આવ્યું છે. આ સાથે ન્યાય ન મળે તો ડેડ બોડી સ્વીકારીશું નહિ એવું પણ સમાજના લોકોનું કહેવું છે. આ સાથે જ આજે ચારણ સમાજે મુંદ્રા બંધનુ એલાન પણ આપ્યુ છે. આ સાથે જ કચ્છના ગઢવી સમાજની બહુમતી ધરાવતા ગામોમાં ચુંટણી બહિષ્કાર માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.