ગુજરાત

gujarat

કચ્છની દરિયાઈ ક્રિકમાંથી ચરસનું પેકેટ મળ્યું, બીએસએફ કરશે સર્ચ ઓપરેશન

By

Published : May 27, 2020, 9:57 PM IST

કચ્છની દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું છે. હાલ આ પેકેટ પોલીસને સોંપી દઈને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. જોકે રાત્રિનો સમય હોવાથી આવતીકાલે અટલે કે ગુરૂવારે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાશે.

kutch , Etv Bharat
kutch

ભૂજઃ કચ્છની દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું છે. હાલ આ પેકેટ પોલીસને સોંપી દઈને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. જોકે રાત્રિનો સમય હોવાથી આવતીકાલે અટલે કે ગુરૂવારે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાશે.

બીએસએફના સુત્રોના જણાવ્યા મુજબ બુધવારે સાંજે જખૌથી સાંઘીપુરમ વચ્ચેની દરિયાઈ ક્રિક મોટાપીર પાસેથી આ બિનવારસુ ચરસનું પેકેટ મળી આવ્યું છે. હાલ તે પેકેટ પોલીસને સોંપી દેવાયુ છે અને વધુ તપાસ કરાઈ છે પણ અન્ય કંઈ મળ્યું નથી. થોડા દિવસ પહેલા પોલીસને આ જ વિસ્તારમાં આગળ આવેલા શેખરાનપીર ક્રિક પાસેથી 16 પેકેટ ચરસના મળ્યા હતા. આ સ્થિતિમાં આ વિસ્તારમાં સઘન સર્ચન ઓપરેશન કરવામાં આવશે. રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ગુરૂવારે સવારથી બીએસએફની ટુકડીઓ આ સર્ચ ઓપરેશન હાથ ધરશે.

કચ્છની દરિયાઈ ક્રિકમાંથી ચરસનું પેકેટ મળ્યું


નોંધનીય છે કે, કચ્છમાં દરિયાઈ માર્ગથી અગાઉ હેરોઈન સહિતના માદક પ્રદાર્થોની ખેપ મારવાનો પ્રયાસ કરાઈ ચુકયો છે. આ ઉપરાંત થોડા સમય પહેલા પાકિસ્તાની ઘુસણખોરોએ હેરોઈનના પેકેટ પણ દરિયામાં નાંખી દીધા હતા અને તે પછી આ જ ક્રિક વિસ્તારમાંથી મળ્યા હતા. હાલ દરિયાઈ માર્ગે એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે પોલીસને ક્રિકમાંથી 16 પેકેટ ચરસ મળી આવ્યા હતા. હવે વધુ એક પેકેટ ેબિનવારસુ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details