- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- બપોરે 12:43 વાગ્યે 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ભચાઉથી 19 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ :જિલ્લામાં 2001માં મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા ભૂકંપનો સિલસિલો આજ દિન સુધી અવિરત ચાલું જ રહ્યો છે. આજે રવિવારે બપોરે 12:43 કલાકે 3.9ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકા( EARTHQUAKE IN KUTCH )થી કચ્છના વાગડ પંથક ભચાઉ, ગાંધીધામ, રાપર અને દુધઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ઉપરાંત, પશ્ચિમ કચ્છનાં ભુજ તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો:કચ્છ ભૂકંપ સમયથી જ મોદીએ આપ્યો હતો આત્મનિર્ભરતા સંકલ્પ, વાઈરલ ફોટો સાથેના સંસ્મરણ વાગોળતાં કચ્છી