ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ઉજવાયો વન મહોત્સવ, પોલીસ તંત્રએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ - વન મહોત્સવ

કચ્છઃ પૂર્વ કચ્છ પોલીસવડાની ગાંધીધામ કચેરી ખાતે વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વૃક્ષારોપણ માટે સૌ કોઈ પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવુ આહવાન કર્યુ હતું.

ETV BHARAT

By

Published : Sep 7, 2019, 9:35 PM IST

રાજ્યપ્રધાન વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં યોજાયેલા ક્રાર્યક્રમમાં પોલીસવડા પરિક્ષીતા રાઠોડે પ્રદૂષણમુકત જીવન જીવવા વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું. પ્રકૃતિની જાળવણીના કાર્યક્રમ હેઠળ યોજાયેલા આ વન મહોત્સવ અંતર્ગત હેડક્વાર્ટર અને તમામ પોલીસ મથકોએ કુલ 4000 જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

પોલીસ તંત્રએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ

ABOUT THE AUTHOR

...view details