ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના એક દંપતીએ લગ્નની 37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી - Couple news

નખત્રાણાના પૂર્વ સરપંચ જિજ્ઞાબેન ભરતભાઈ સોનીએ લગ્ન જીવનની 37મી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરી મકાન વિહોણા 37 પરિવારને ઉપયોગી બન્યા છે.

37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી
37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી

By

Published : Mar 10, 2021, 4:12 PM IST

  • નખત્રાણાના દંપતીની સેવાની અનોખી પહેલ
  • બંને એ મકાન વિહોણા 37 પરિવારને મકાન માટે 37000 આપવાનો કર્યો સંકલ્પ
  • કુલ 37 પરિવારોને 13 લાખ 69 હજાર રૂપિયા આપ્યા દાનમાં

કચ્છ: અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જિજ્ઞાબેન સોનીએ પોતાના લગ્ન જીવનની 37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવીને 37 પરિવારોને ઉપયોગી થવા પહેલ કરી છે. લગ્ન વખતે તેમની પાસે પોતાનું ઘર ન હતું. જે વેદનાને સમજી આ દંપતીએ રાહ ચિંધનારી અનોખી પહેલ કરી છે. અગાઉ પણ પોતાની પુત્રીના લગ્ન વખતે લોકો રોજગારી મેળવી શકે એવા હેતુથી ગરીબ મજદૂરોને હાથ લારી આપી સેવાની સુવાસ પ્રસરાવી હતી.

આ પણ વાંચો:મહિસાગરની શાળાને માતાએ પેન્શન બચતમાંથી આપ્યું રૂપિયા 1 લાખનું દાન

યોગી નહી તો ઉપયોગી થઈ મદદ કરવાનો નવતર પ્રયાસ

જિજ્ઞાબેન અને ભરતભાઈએ બંનેની 37મી વર્ષગાંઠે 37 મકાન વિહોણા પરિવારોને 37000 રૂપિયાની સહાય આપી યોગી નહી તો ઉપયોગી થઈ મદદ કરવાનો નવતર પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલ ઘણા લોકોને રાહ ચિંધનારી બની શકે છે.

નખત્રાણાના દંપતીની સેવાની અનોખી પહેલ

ઘર વિહોણા પરિવારના આશીર્વાદ પરોક્ષ રીતે મળ્યા

નખત્રાણાના પૂર્વ સરપંચ રહેલા જિજ્ઞાબેન તેમજ તેમના પતિ ભરતભાઈ સોનીએ કાર્યકાળ દરમિયાન નખત્રાણામાં અનેક વિકાસના કામો કરી લોક-ચાહના મેળવી છે અને બંને દંપતી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેમની આ પહેલથી ઘર વિહોણા પરિવારના આશીર્વાદ પરોક્ષ રીતે મળતા રહ્યા છે.

આ પણ વાંચો:અંકલેશ્વરની બાળકીએ વડાપ્રધાન રાહત ફંડમાં રૂપિયા ૯ હજારનું દાન કર્યું

આ પહેલ અનેક લોકોને રાહ ચિંધનારી બની

પોતાના જીવનમાં પત્નીનું શું મહત્વ છે તે સમજાવતાં ભરતભાઈએ કહ્યું કે, દરેકના સફળ જીવનમાં એક સ્ત્રીનું મહત્વનું યોગદાન હોય છે. જેમાં માઁ, દીકરી, બહેન કે પત્ની કોઈ પણ સ્વરૂપ હોઈ શકે છે મારા જીવનસાથીના આગમનથી મને અનેક સફળતા મળી છે અને મુશ્કેલીઓ પણ બંનેએ સાથે રહીને પાર પાડી છે. તેમણે જીવનમાં નારીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમની આ પહેલ અનેક લોકોને રાહ ચિંધનારી બની છે.

ABOUT THE AUTHOR

...view details