ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના સામત્રા ગામે લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા ગુનો દાખલ - પરિજનો દાંડીયારાસ રમતા

કોરોના કાળમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કર્યા વગર લગ્નમાં માસ્ક વિના પરિજનો દાંડીયારાસ રમતા હોવાનું પોલીસને જાણ થઈ હતી. બાતમીના આધારે પોલીસ લગ્ન સ્થળે પહોંચી ત્યારે, 30થી 35 લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર દાંડીયારાસ રમતા નજરે ચડ્યા હતા. આથી, તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ભુજના સામત્રા ગામે લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા ગુનો દાખલ
ભુજના સામત્રા ગામે લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા ગુનો દાખલ

By

Published : May 19, 2021, 8:36 PM IST

  • લગ્નમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરાતા ગુનો દાખલ
  • માસ્ક વગર 30થી 35 માણસો ડીજેના તાલે રમતા હતા દાંડીયારાસ
  • મંજૂરી વગર આયોજન કર્યું હોવાથી 35 હજારનું ડીજે કરાયું કબજે

કચ્છ: રાજ્યમાં કોરોનાને લઈને સરકારે લગ્ન પ્રસંગોમાં 50 વ્યક્તિની મર્યાદા નક્કી કરી છે. જોકે, લગ્નના ઉત્સાહમાં પરિવારજનો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી શક્તા નથી. ત્યારે, ભુજ તાલુકાના સામત્રા ગામે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પરિવારે લગ્ન પ્રસંગનું આયોજન કરી ઘેર જ દાંડીયારાસનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, પરિવારજનો દાંડીયારાસના તાલે ઝુમતા રહ્યા, પણ માસ્ક ન પહેરતા કોવિડનું સંક્રમણ ફેલાવાની ભીતિ ઉભી થઈ હતી.

આ પણ વાંચો:કચ્છના મુરૂ ગામે નથી કોઈ આરોગ્ય કેન્દ્ર કે નથી કોઈ કોવિડ કેર સેન્ટર

બાતમીના આધારે પોલીસ લગ્નસ્થળે પહોંચી

માનકુવા પોલીસે સામત્રા ગામે રાત્રે લગ્નમાં ચાલતા દાંડીયારાસના રંગમાં ભંગ પાડ્યો હતો. માનકુવા પોલીસને સામત્રા ગામે લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ડીજે સિસ્ટમ પર દાંડીયારાસ રમતા હોવાની માહિતી મળી હતી. જેથી, PI એમ.આઈ બારોટ તેમજ હેડ કોન્સ્ટેબલ અશોક પટેલ અને તેમની ટીમ સામત્રા ગામે રાત્રે દોડી ગઈ હતી.

આ પણ વાંચો:મોટી ચિરઇ ખાતે 8 બેડનું ઓક્સિજનની સુવિધાવાળું કોવિડ સેન્ટર તૈયાર થયું

એપેડેમિક ડીસીજ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો

વાડાસર રોડ પર આવેલા અનિલપુરી રમેશપુરી ગોસ્વામીના ઘર પાસે 30થી 35 સ્ત્રી અને પુરૂષો મોઢે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકઠા રહીને ડીજે સિસ્ટમ પર દાંડીયારાસ રમતા હતા. લગ્ન પ્રસંગમાં ડીજે સિસ્ટમ લગાડવાની પૂર્વ મંજૂરી લેવાઈ ન હોવાથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. આરોપી અનિલપુરી ગોસ્વામી સામે એપેડેમિક ડીસીજ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ 35 હજારનું ડીજે પણ કબ્જે કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details