સોમવાર સવારથી ગુરૂદ્વારા ખાતે અખંડ પાઠની શરૂઆત કરવામાં આવી છે. જે ત્રણ દિવસ ચાલશે સુધી ચાલશે. ગુરૂનાનક દેવજીના 550માં ત્રિદિવસીય પ્રકાશ ઉત્વસની ઉજવણીના ભાગરૂપે આ અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
લખપતના ગુરૂદ્વારામાં 550માં ત્રિદિવસીય પ્રકાશ પર્વનો પ્રારંભ
કચ્છઃ લખપત ખાતે આવેલા ગુરૂદ્વારામાં સોમવારથી ગુરૂનાનક દેવજીના 550માં ત્રિદિવસીય પ્રકાશ ઉત્વસની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સર્વસમભાવ સાથે રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.
24મી ડિસેમ્બરના દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં તમામ ધર્મના લોકો જોડાવાનાં છે. આ ઉપરાંત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવશે. ગુરૂદ્વારા સમિતિના ચેરમેન જુગરાજસિંગે(રાજુભાઈ) જણાવ્યું હતું કે, આ ગુરૂદ્વારાને હેરિટેજ સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે. રાજય સરકારના પ્રયાસોથી 5 કરોડ રૂપિયાના ખર્ચે ગુરૂદ્વારામાં જીર્ણોદ્ધાંરનું કામ પણ ચાલી રહ્યું છે.
આ વર્ષે પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ગુરૂદ્વારા પહોંચ્યા છે. આયોજન સમિતિ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.