કચ્છઃ જિલ્લમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓમાં કચ્છમાં 50 વિદ્યાર્થીઓએ કોપી કરી હોવાનું સ્પષ્ટ થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા CCTV ફુટેજની તપાસમાં આ વિગતો બહાર આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મળતી વિગતો મુજબ માર્ચ-2020ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC, HSC (સા.પ્ર. - વિ.પ્ર.)ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 મળી કુલ 50 કેન્દ્રો અને 161 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ લેવામાં આવી હતી.
આ તમામ પરીક્ષાઓનું CCTV રેકોર્ડિંગ કરવામાં આવ્યુ હતું. શિક્ષણ બોર્ડની ગાઈડલાઈન મુજબ આ પરીક્ષાના અંતે આ તમામ રેકોર્ડિંગનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કચ્છ શિક્ષણ વિભાગ દ્વારા નિરીક્ષણની પ્રક્રિયા માટે વિવિધ ઝોન બનાવાયા હતા. ભુજ, અંજાર અને નખત્રાણાના કુલ 5 ઝોન મળીને 5 અલગ-અલગ ટીમો દ્વારા આ CCTV ફુટેજ નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.