મળતી વિગતો મુજબ અકસ્માતમાં ઈકો કારના ડ્રાઈવર રાજેશ પ્રભાશંકર ગોર, હિરલબા રાજુભા વાઘેલા અને પૂજાબેન ધનજીભાઈ ભુડીયાના મોત નીપજ્યા હતા. જયારે દુર્ઘટનામાં શ્વેતા અરૂણભાઈ ગોર, કસ્તુરબેન ધનજીભાઈ ભુડીયા, સન્ની રાજેશ જોશી, રિધ્ધિ રાજેશ જોશી, હેત્વી રાજેશ ગોર, ધરમબા રાજુભા વાઘેલા અને સ્નેહા મનીષભાઈ મોતાને ફ્રેક્ચર સહિતની હળવાથી ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં હતા.
કાર અને મીની ટ્રક વચ્ચે ગોજારા અક્સ્માતમાં 5 ના મોત - Gujarat
કચ્છઃ ભુજ તાલુકાના ધાણેટી ગામ નજીક આજે વહેલી સવારે કાર અને મીની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 યુવતી સહિત 3 લોકોના મોત નીપજ્યા છે. મહેસાણા ખાતે વોટરપાર્કની મજા માણીને પરત આવતા આ પરીવારોને આ અકસ્માત નડતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
કાર અને મીની ટ્રક વચ્ચે ગોજારા અક્સ્માતમાં 5 ના મૃત્યુ
પોલીસના જણાવ્યા અનુસાર, ભુજ-માધાપરના 3 પરિવારો મહેસાણા વોટર પાર્કની મજા માણી ઈકો કારમાં પરત ફરી રહ્યાં હતા. ત્યારે આજે પરોઢે 4.45 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી, સામેથી આવતા આઈસર ટ્રક અને કાર સામસામે ટકરાતાં ઈકો કારનો ભૂક્કો થઇ ગયો હતો. દુર્ઘટના સર્જનારા ટ્રકચાલકની પધ્ધર પોલીસે અટકાયત કરી લીધી છે.