ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજ નજીક ભયંકર ત્રિપલ અકસ્માત, ઘટનામાં 11 લોકોના મોત - gujarati news

ભૂજ: કચ્છમાં ભૂજના માનકુવા અને સામાત્રા નજીક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે.જ્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો અન્ય 2ના મોત સારવાર દરમિયાન થયા છે. તેથી હવે આ ઘટનામાં મોતનો આંકડો વધીને 11નો થયો છે.

ktc

By

Published : Jul 15, 2019, 2:52 PM IST

Updated : Jul 15, 2019, 4:50 PM IST

આ ત્રિપલ અકસ્માત છકડા, બાઈક અને ટ્રક વચ્ચે થયો હતો. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108ની 4 ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભૂજ નજીક ભયંકર ત્રિપલ અકસ્માત

તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો અન્ય 2ના મોત સારવાર દરમિયાન થયા છે. તેથી હવે આ ઘટનામાં મોતનો આંકડો વધીને 11નો થયો છે. અગાઉ આ ઘટનામાં 9 લોકોના મોત તો ઘટના સ્થળે જ થયા હતાં અને હવે અન્ય 2ના મોત થતા આંકડો 11 પર પહોંચ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે.

Last Updated : Jul 15, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details