કચ્છ : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 462 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1499 પહોંચી છે. આજે 186 દર્દીઓને ડીસચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,499 પર પહોંચી છે.
જિલ્લામાં આજે 462 લોકો થયા સંક્રમિત
જિલ્લામાં નોંધાયેલા 462 કેસ પૈકી 305 કેસ અર્બન વિસ્તારમાં અને 57 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 142 કેસ, ગાંધીધામમાં 120, અંજારમાં 86, મુન્દ્રામાં 36, નખત્રાણામાં 26, ભચાઉમાં 16, માંડવીમાં 15, લખપતમાં 11 અને અબડાસામાં 10 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 16,66,624 લોકોને પ્રથમ, 14,55,636 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Vaccination In Gujarat: 2021માં મૃત્યુ પામેલી મહિલાને આરોગ્ય વિભાગે ગઈકાલે આપ્યો વેક્સિનનો બીજો ડોઝ!
આ પણ વાંચો :Covid-19 Testing Vadodara: MS યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ, 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડન પોઝિટિવ