માંડવી પોલીસના જણાવ્યા મુજબ, શનિવાર રોજ જન્માષ્ટમીનો તહેવાર માણવાં સહેલાણીઓ માંડવી ઉમટ્યા હતાં. ત્યારે ભે અલગ-અલગ સમયે આ બનાવ બન્યાં હતા. એક બનાવમાં દરિયામાં ન્હાવા પડેલાં 4થી 5 યુવકો પાણીના મોજા સાથે ખેંચાઈ ગયા હતા. જો કે, ઘટનાએ હાજર સ્પીડબોટ સંચાલકોએ તુરંત ગાંધીધામના ચેતન ઠક્કર અને વિમલ મહેશ્વરીને બોટમાં ખેંચી બચાવી લીધા હતા. પરંતુ 18 વર્ષીય વિમલના ભાઈ હિંમત મહેશ્વરીને બચાવી શક્યા નહોતાં. તેનો મૃતદેહ રવિવાર સવારે 8 વાગ્યે માંડવી કસ્ટમ હાઉસ પાછળના કાંઠેથી મળી આવ્યો હતો.
કચ્છના માંડવી દરિયામાં 4 ડૂબ્યા, 1નું મોત હજૂ 1 લાપતા - માંડવી
કચ્છઃ જિલ્લાના માંડવી દરિયાકાંઠે જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર યુવાનો ડુબી ગયા હતા. જેમાં એકનું મોત થયું છે, અન્ય બે યુવાન હજુ પણ લાપતા છે. ત્યારે ઘટનાને લઈ સોશિઅલ મીડિયા પર 25 લોકો ડુબી ગયા હોવાનું અને પાંચ લોકોના મોતની અફવાથી ફેલાઈ રહી હતી. જેના કારણે જિલ્લાભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની પુષ્ટી કરીને લોકોની ચિંતાનું સમાધાન કર્યુ હતું.
આ જ રીતે બીજી ઘટનામાં પણ એક યુવકનું મોત દરિયામાં ડૂબવાથી થયું હતું. દરિયામાં ન્હાવા પડેલો ભુજનો જીતેશ કોલી નામનો યુવક દરિયામાં ડૂબી ગયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. જો કે, જીતેશના જીવિત હોવાની શક્યતા જૂજ છે. પણ હજુ સુધી તેની કોઈ ખબર મળી નથી.
પોલીસે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આ બે દુર્ઘટના બાદ દરિયામાં ડૂબતાં યુવાનોને રેસ્ક્યુ કરવામાં આવતી કામગીરીની વિડિયો ક્લિપ વોટસએપ પર વાયરલ થઈ છે. જેમાં 20થી 25 લોકો દરિયામાં ડૂબ્યાં હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આવું કંઈ જ બન્યું જ નથી.