ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2020, 4:40 PM IST

Updated : Dec 30, 2020, 4:58 PM IST

ETV Bharat / state

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છમાં આજે બુધવારે સવારે 9.46 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની મોટી તીવ્રતાના પગલે લોકોમાં ડર ફેલાયો છે. જોકે આ આંચકાથી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. બીજીતરફ સામાન્ય રીતે વાગડના રણ તરફ કેન્દ્રબિન્દુ ધરાવતા આંચકાઓ વચ્ચે આજે નોધાયેલો આંચકો ખાવડાના રણ તરફ નોંધાયો છે.

kutch earth quack
kutch earth quack

  • કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો
  • ભૂકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલ નોંધાઈ
  • છેલ્લા 11 માસમાં 11 મોટા આંચકા નોંધાયા

કચ્છઃ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ક્યારેક-ક્યારેક ધરતીના પેટાળમાં હલચલ થતી રહે છે છે. આ વચ્ચે આજે બુધવારે સવારે 9.46 કલાકે કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આગામી જાન્યુઆરી મહિનામાં વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યારે આ રીતે આવેલા ભૂકંપની મોટી તીવ્રતાના કારણે લોકોમાં ડર ફેલાયો છે.

  • ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ પૂર્વ સાઉથ દિશામાં 26 કિ.મી. દૂર

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરની સતાવાર વિગતો મુજબ આજે કચ્છના ખાવડાના રણ તરફથી પૂર્વ સાઉથ દિશામાં 26 કિ.મી. દૂર કેન્દ્રબિન્દુ ધરાવતો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 નોંધાઈ છે. ભૂકંપના આંચકાની ધરતીમાં ઉંડાઈ 2 કિ.મી.ની નોંધાઈ છે.

  • હજારો આંચકઓ વચ્ચે મોટી તીવ્રતા નોંધનીય

વર્ષ 2001માં 26મી જાન્યુઆરીના ભૂકંપના આંચકાએ કચ્છને હતું નોહતું કરી દીધું હતું. ગોઝારા ભૂકંપ બાદથી ધરતીમાં સામાન્ય હલચલ થાય તો પણ તેની જાણકારી મેળવી લેવાઈ છે અને આવા હજારો આંચકાઓ દિનપ્રતિદિન આવતા રહે છે. એવું મનાય છે કે, આ આંચકાઓથી ધરતીની પ્લેટ સરખી થતી રહે છે. નાના-નાના આંચકાઓ લોકો અનુભવતા નથી પણ જ્યારે ભૂકંપના આંચકાઓની તીવ્રતા 3 રિક્ટર સ્કેલથી વધુ હોય ત્યારે તેમજ ખાસ કરીને ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ ગામથી નજીક હોય ત્યારે લોકો તરત આંચકાનો અનુભવ કરી લે છે. જ્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4 પોઈન્ટથી વધુ હોય તો તે અનેક જગ્યાએ અનુભવાય છે.

  • છેલ્લા 11 માસમાં 11 ભૂકંપના આંચકા નોંધાયા

સિસ્મોલોજી વિભાગની માહિતી મુજબ ગત 1 જાન્યુઆરી 2020થી આજે બુધવારે 30-12 2020 સુધીના 11 માસમાં કચ્છમાં કુલ 11 નોંધનીય આચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 અને તેનાથી વધુ નોંધાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેન્દ્રબિન્દુ ધરાવતા આ આંચકાઓમાં સૌથી વધુ તીવ્રતા ધરાવતો આંચકો ગત 15 જૂનના દિવસે રાત્રે 12.57 કલાકે ભચાઉથી નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયો હતો. જેની તીવ્રતા 4.6ની નોંધાઈ હતી. જયારે 4.8ની તીવ્રતાનો આંચકો રાજકોટ નજીક નોંધાયો હતો.

Last Updated : Dec 30, 2020, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details