કચ્છસરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર દરિયાઈ સીમા પરથી ડ્રગ્સઝડપાઈ આવતું હોય છે. તો આ વખત શહેરમાંથી પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશનગ્રુપ (Special Operations Group) દ્વારા રુપિયા 2.80 લાખની કિંમતના 28 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ( Mephedrone drugs) સાથે ભુજના 3 યુવકોની ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓએ કારના ગિયર બોક્સમાં માલ છૂપાવ્યો હતો. જેને સ્નીફર ડૉગની મદદથી પોલીસે શોધી કાઢ્યો હતો.
ખાનગી રાહે સચોટપશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી. જેના આધારે માધાપર ભુજ જાહેર હાઇવે રોડથી આરોપીઓને તેમની કાર સાથે ઝડપી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી સ્નીફર ડોગની મદદથી તપાસ કરતા કારના ગિયર બોક્સમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ઝડપાયેલ મુદ્દામાલ આરોપીઓ પાસેથી 28 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રુપિયા 2,80,0000, 30,000 ની કિંમતના 3 મોબાઇલ, રોકડ રૂપિયા 880 તથા 5,00,000ની કિંમતની બલેનો કર સહિત 8,10,880 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.