- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત્
- રાત્રે 10:25 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ભચાઉથી 7 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્ર બિન્દુ
કચ્છઃ જિલ્લામાં ગઈકાલે રાત્રે 10.25 વાગ્યે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. હાલમાં જાણવા મળ્યું છે કે, ભૂકંપના આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ભચાઈથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે.
આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા
વર્ષ 2001 પછી ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્
કચ્છમાં વર્ષ 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાનામોટા આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી ચાલુ જ છે. ત્યારે ગઈકાલે રાતે 10.25 વાગ્યે 3.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો-શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?
3.8ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઊઠી
રાત્રિના 10:25 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉથી 7 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.8ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડી ગભરાટ ફેલાઈ હતી.