- વેક્સિનની એક વાયલ પર સરેરાશ 1થી 2 વ્યક્તિને અપાતી રસીનો થાય છે વ્યય
- સરહદી વિસ્તારોમાં લોકો રસી માટે ફાંફા મારે છે
- કચ્છ જિલ્લામાં 27,230 માંથી 23,601 વાયલનો ઉપયોગ થયો
- વેક્સિનનો ઓછો જથ્થો અને લાભાર્થીઓ વધુ હોવાથી 2 ડોઝ વચ્ચે અંતર પણ વધારી દેવાયું
- યોગ્ય વ્યવસ્થાના અભાવે વેક્સિનના ડોઝ બરબાદ થયા
કચ્છઃ રાજયમાં વેક્સિનેશન પર સરકારે ભાર મુકયો છે. સરકારે જોરશોરથી લોકોને રસી લેવા અપીલ કરી યુવાનોએ પણ રસી લેવા તત્પરતા દર્શાવી પરંતુ પરિસ્થિતિ એવી છે કે, ચારે બાજુથી ધસારો થતાં સરકાર ભીંસમાં આવી છે. જેના કારણે લોકોને વેક્સિન મળતી નથી. વેક્સિનનો ઓછો જથ્થો અને લાભાર્થીઓ વધુ હોવાથી 2 ડોઝ વચ્ચે અંતર પણ વધારી દેવાયું છે. આવા સમયે વેક્સિનની એક-એક વાયલનો સદુપયોગ થવો જરૂરી છે, પરંતુ અનેક જિલ્લાઓમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે વેક્સિનના ડોઝ બરબાદ થયા છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન કરાયું
કચ્છમાં 3,629 વેક્સિનના વાયલ બરબાદ થયા
કોરોના મહામારીમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવા સમયે વેક્સિન લઈ પોતાની જાતને તમામ લોકો સુરક્ષિત કરવા માંગે છે, પરંતુ લોકોને વેક્સિન મળતી નથી. પહેલા દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ ગયું હતું. હવે વેક્સિન આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. કચ્છમાં 27,230 વેક્સિનનો જથ્થો આવ્યો છે. જેમાંથી 23,601 વાયલના જથ્થાનો ઉપયોગ થયો છે. અંદાજે 3,629 વાયલનો બગાડ થયો હોવાનું બહાર આવ્યું છે, જે સરેરાશ વેક્સિનના 13 ટકા છે.