- ગાંધીધામથી ટ્રક મારફતે ડ્રગ્સ અમૃતસર લઈ જવાયું
- NIA દ્વારા ગાંધીધામના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ચાર્જશીટ
- જખૌ નજીક ઉતરેલા 2018ના ડ્રગ્સ પ્રકરણની તપાસ આગળ વધી
- વધુ 7 આરોપીની ધરપકડ
કચ્છઃ વર્ષ 2018માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ATS દ્વારા 12 ઓગસ્ટ 2018ના રોજ અઝીઝ અબ્દુલ ભાગદની અંદાજે 14.84 લાખ રૂપિયાના 4.949 કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ વધુ તપાસ કરતાં રફીક સુમરા, નઝીર અહેમદ, અર્શદ સોતા ઉર્ફે રાજુ દુબઈ, મંજુર અહેમદ, રઝાક સુમરા, કરીમ સિરાજ, સુનીલ બારમાસેને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઇ
500 કિલો હેરોઇન પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઘડાયું હતું
2 જુલાઈ 2020ના આ પ્રકરણમાં NIA દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી અને 8 આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આરોપી અર્શદ રજાક સોતા ઉર્ફે રાજુ દુબઈ અને 2 પાકિસ્તાનના શખ્સો હાજીસાબ અને નબી બક્સે દુબઈમાં ષડયંત્ર રચીને 500 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી દરિયાના રસ્તે ગુજરાતમાં ઘુસાડવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચોઃ જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા
પાકિસ્તાની બોટ દ્વારા જખૌ નજીક ઉતારવામાં આવ્યું ડ્રગ્સ
આ ડ્રગ્સ પાકિસ્તાનના રહેવાસી અઝીઝ ભાગડની પાકિસ્તાનની માછીમારી બોટ નાગની મુસ્તફા દ્વારા ભારતીય સમુદ્રની જળસીમામાં જખૌ પોર્ટથી 7-8 માઈલ દૂર પ્રવેશ કરીને સદોસલા ગામ પાસે ખાડો ખોદીને તેમાં સંતાડવામાં આવ્યું હતું.