- 204 સરકારી ઇમારતોમાં રેઇન વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ ઉભા કરાયા
- ક્ચ્છ જિલ્લામાં 17,847 મજૂરો મનરેગા તળે રોજગારી અપાઈ
- મનરેગા યોજના હેઠળ મજૂરોને દૈનિક 229 રૂપિયા વેતન
કચ્છ: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી મનરેગા હેઠળ ગ્રામીણ કુટુંબમાં પુખ્ત વયના બિનકુશળ કામ કરવા ઈચ્છુક વ્યક્તિને જુદા જુદા કામથી 100 દિવસની રોજગારી આપવાની મનરેગા હેઠળની યોજના હાલમાં ક્ચ્છ જિલ્લાના 10 તાલુકામાં જુદા જુદા સ્થળોએ તળાવો ઊંડા કરવાનું કામ, નહેર સફાઇકામ, માટીકામ, હયાત ચેકડેમોનું રીપેરીંગ, તળાવોના પાળા બનાવવા વગેરે જેવા કામો ચાલુ છે.
આ પણ વાંચો:વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ
યોજના હેઠળ સરકારી ઇમારતોનું બાંધકામનું કાર્ય ચાલુ
204 સરકારી ઇમારતો જેવી કે સરકારી આરોગ્ય કેન્દ્ર તેમજ શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ઘાસના પ્લોટ બનાવવા, આંગણવાડીનું બાંધકામ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ સહિતના કામો પણ ચાલુ કરવામાં આવ્યા છે.