ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં જાહેરમાં જુગાર રમતા 10 આરોપી ઝડપાયા - ઉંમર આમધ મંધરાની વાડી

એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ આવા સમયમાં પણ લોકો ગુના કરવામાંથી ઉંચા નથી આવતા. કચ્છમાં કોઠારા પોલીસે વરાડીયા ગામમાંથી 10 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

કચ્છમાં જાહેરમાં જુગાર રમતા 10 આરોપી ઝડપાયા
કચ્છમાં જાહેરમાં જુગાર રમતા 10 આરોપી ઝડપાયા

By

Published : May 19, 2021, 10:37 AM IST

  • 10 જુગારીઓની કોઠારા પોલીસે કરી ધરપકડ
  • જુગારીયાઓએ વરાડીયા ગામમાં એક શખ્સની વાડીમાં રમતા હતા જુગાર
  • પોલીસ બાતમીના આધારે દરોડા પાડી તમામ આરોપીને પકડી પાડ્યા

કચ્છઃ કોઠારા પોલીસને બાતમી મળી હતી કે, વરાડીયા ગામમાં એક શખ્સની વાડીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. તેના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 10 લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા

વરાડીયા ગામની એક વાડીમાં જુગાર રમાતો હતો
કોઠારા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વરાડીયા ગામમાં ઉંમર આમધ મંધરાની વાડીમાં કેટલાક લોકો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે. તો પોલીસે ત્યાં જઈને 10 જુગારીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃવિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા

પોલીસે આ જુગારીયાઓની ધરપકડ કરી

  • અબ્દુલ્લા મંધરા
  • ઉમર મંધરા
  • તાલબ હાલેપોત્રા
  • પૂજાજી સોઢા
  • અનવર મોગલ
  • કાનજી આહીર
  • આદમ સરકી
  • અભુભખર ગજણ
  • હુસૈન નોડે
  • જાકબ સુમરા

પોલીસે કુલ 1,14,530નો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 23,530, 6 મોટર સાઈકલ કિંમત 70,000 રૂપિયા, મોબાઇલ કિંમત 21,000 રૂપિયા મળીને કુલ 1,14,530નો મુદામાલ કબજે કર્યો હતો. આ સાથે તમામ આરોપીઓને પકડી જુગારધારા હેઠળ ગુનો નોંધાવવા આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details