ખેડા: મહેમદાવાદના સિંહુજ ગામે રહેતા જશુભાઈ રાઠોડ નામના યુવાનને ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બન્ને અવારનવાર મોબાઈલ પર વાતો પણ કરતા હતા. જેની જાણ યુવતીના પરિવારને થતાં તેમણે તેને યુવકથી દૂર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીનો પરિવારે દુપટ્ટાથી યુવકનું ગળું દબાવી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતા. આ અંગેની જાણ યુવકના સંબંધીઓને થતાં તેમણે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.
ખેડા: સિંહુંજના પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારે કરી યુવકની હત્યા - Youth murdered in sinhuj village of kheda
ખેડાના મહેમદાવાદના સિહુંજ ગામમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સિહુંજ ગામના એક યુવક અને યુવતીના પ્રેમપ્રકરણની જાણ યુવતીના પરિવારજનોને થતા તેમણે અદાવત રાખી દુપટ્ટાથી યુવકનું ગળું દબાવી હત્યા કરી હતી. આથી મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડાના સિંહુંજના પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારે કરી યુવકની હત્યા
હત્યાની ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટપોર્ટમ અર્થે માટે મોકલી મહેમદાવાદ પોલીસે 4 આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.