ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ડાકોરના રાજકારણમાં ભડકો, મહિલા પ્રમુખ સહિત ચાર સભ્યો કરાયા સસ્પેન્ડ - Executive Chairman Hardik Shah

યાત્રાધામ ડાકોર નગરપાલિકા (Municipality Of Dakor) ફરી એક વખત વિવાદમાં આવી છે. ખોટા ઠરાવો કરવા બદલ મહિલા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિત ચાર સભ્યોના સભ્યપદ રદ કરવાનો મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner)દ્વારા હુકમ કરવામાં આવતા યાત્રાધામના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. સભ્યો દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવો કરી સત્તાનો દુરુપયોગ કરી જમીનો ભાડે આપવાને લઈ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

Yatradham Dakors: યાત્રાધામ ડાકોરના રાજકારણમાં ભડકો, મહિલા પ્રમુખ સહિત ચાર સભ્યો સસ્પેન્ડ
Yatradham Dakors: યાત્રાધામ ડાકોરના રાજકારણમાં ભડકો, મહિલા પ્રમુખ સહિત ચાર સભ્યો સસ્પેન્ડ

By

Published : Dec 1, 2021, 7:30 PM IST

  • મહિલા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિત ચાર સભ્યો સસ્પેન્ડ
  • ખોટા ઠરાવો કરી ગેરકાયદેસર રીતે જમીનો ભાડે આપાઇ
  • મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સભ્યપદ રદ કરવા હુકમ કરાયો

ડાકોર:યાત્રાધામ ડાકોરની નગરપાલિકા (Municipality Of Dakor) સતત વિવાદમાં રહેતી આવી છે. હાલ ડાકોર નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) દ્વારા પ્રમુખ સહિત ચાર સભ્યોના સભ્યપદ રદ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

Yatradham Dakors: યાત્રાધામ ડાકોરના રાજકારણમાં ભડકો, મહિલા પ્રમુખ સહિત ચાર સભ્યો સસ્પેન્ડ

મહિલા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિત ચાર સભ્યો સસ્પેન્ડ
ડાકોર નગરપાલિકાના મહિલા પ્રમુખ મયુરીબેન પટેલ (Mayuriben Patel President of Dakor Municipality) ,કારોબારી ચેરમેન હાર્દિક શાહ (Executive Chairman Hardik Shah)તેમજ સભ્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સોનલબેન પટેલનું સભ્યપદ રદ્દ કરવાનો હુકમ કરાયો છે.
આ પણ વાંચો:ડાકોર નગરપાલિકાના સાત સભ્યોનું સભ્યપદ હાઈકોર્ટ દ્વારા રદ્દ કરાયું

ખોટા ઠરાવો કરી ગેરકાયદેસર રીતે જમીનો ભાડે આપી હતી
નગરપાલિકા સભ્યો દ્વારા ડાકોર શહેરમાં આવેલી જમીનો જુદીજુદી વ્યક્તિઓને ભાડે આપવા માટે સત્તાનો દુરુપયોગ કરાયો હતો. તેમજ અગાઉ ઠરાવ રદ્દ કરેલ હોવા છતાં, તે જ વ્યક્તિને ફરીથી ૯ વર્ષ ૧૧ માસ માટે ભાડે આપવા ગેરકાયદેસર ઠરાવ કરાયો હતો. જે ઘ્યાને લઈ સભ્યપદ રદ્દ કરવાનો હુકમ કરાયો છે. જેને લઈ યાત્રાધામનું રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો:ડાકોર નગરપાલિકામાં વહીવટદાર નિમવા હાઈકોર્ટનો હુકમ

લેખિતમાં કોઈ જાણ કરાયેલ નથી : નગરપાલિકા પ્રમુખ
જો કે આ અંગે નગરપાલિકા પ્રમુખ મયુરીબેન પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે અમને લેખિતમાં કોઈ જાણ કરાયેલ નથી. વકીલની સલાહ લઈ આગળની કાર્યવાહી કરીશું.

ABOUT THE AUTHOR

...view details